આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે દેશભરમાં 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે. જેને લઇ ખોડલધામ મંદિર ખાતે ગાંધીનગરના રાધે-રાધે ગ્રુપ દ્વારા ભારતના મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી લાંબો ધ્વજ ફરકાવાયો છે. 1551 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. મંદિરના મુખ્ય ગેટથી શરૂઆત કરી મંદિરના પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ઇતિહાસ સર્જ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખોડલધામ મંદિર ભારતનું પ્રથમ મંદિર એવું છે કે, જ્યાં ભક્તિની સાથે દેશભક્તિ પણ જોવા મળે છે. મંદિરના મુખ્ય ગેટ પર ધર્મની ધજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકી રહ્યો છે. લેઉવા પટેલ સમાજની આસ્થાનું પ્રતિક ગણાતા આ ખોડલધામ મંદિરની વાત કરવામાં આવે તો મંદિરમાં આ પહેલા પણ સમૂહ રાષ્ટ્રગાન સહિતના અનેક રેકોર્ડો પણ સ્થાપિત કર્યા છે. આજે ખોડલધામ ખાતે દર્શનાર્થે આવેલા ભાવિકોએ પણ આ રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code