રીપોર્ટ@ગુજરાત: મધદરીયે પાકિસ્તાન મરીને 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કર્યું

અટલ સમાચાર,ડેસ્ક પાકિસ્તાનના મેરીટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય બોટનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. જખૌ નજીક દરિયામાં ગુજરાતની ત્રણ બોટથી 18 જેટલા માછીમારો માછીમારી કરતા હતા. આ સમયે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીની પેટ્રોલિંગ ટીમ આવી પહોંચી હતી. આમ પાકિસ્તાની એજન્સી દ્વારા ત્રણ બોટ સહિત 18 જેટલા માછીમારોનું અપહરણ કર્યું હતું. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
રીપોર્ટ@ગુજરાત: મધદરીયે પાકિસ્તાન મરીને 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કર્યું

અટલ સમાચાર,ડેસ્ક

પાકિસ્તાનના મેરીટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય બોટનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. જખૌ નજીક દરિયામાં ગુજરાતની ત્રણ બોટથી 18 જેટલા માછીમારો માછીમારી કરતા હતા. આ સમયે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીની પેટ્રોલિંગ ટીમ આવી પહોંચી હતી. આમ પાકિસ્તાની એજન્સી દ્વારા ત્રણ બોટ સહિત 18 જેટલા માછીમારોનું અપહરણ કર્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે સોમવારે પોરબંદરની એક બોટ અને ઓખાની બે બોટોમાં 18 જેટલા માછીમારો જખૌ નજીક માછીમારી કરી રહ્યા હતા. આ સમયે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીની ટીમ આવી પહોંચી હતી. અને માછીમારી કરી રહેલા 18 જેટલા ગુજરાતના માછીમારોને પાકિસ્તાની એજન્સી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ મામલે ગુજરાતના માછીમારોમાં ફરી ફફડાટ ફેલાયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, થોડા દિવસો પહેલા પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ અને માછીમારો અપહરણ કરવામાં આવ્યું છે. 7 બોટ પોરબંદર અને 1 બોટ વેરાવળની હોવાનું અનુમાન હતું. ભારતીય બોટ ડીપ સીમાં ગયા હતા અને તે સમયે જ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમાર બોટનું અપહરણ કરાયું હતું. પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા સૌરાષ્ટ્ર ક્ષેત્રની 8 બોટો અને 48 માછીમારોને પાકિસ્તાનના કરાચીમાં લઈ જવામાં આવ્યા છે.

નોંધનિય છે કે, આ મામલે ભારતીય કોસ્ટગાર્ડ પણ સતર્ક થયું છે. જ્યારે અપહ્યત માછીમારોના પરિવારજનોને આ મામાલાની જાણ થતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતનો દરિયાકાંઠો સૌથી લાંબો છે. જ્યારે પાકિસ્તાન અવારનવાર ભારતીય જળસીમામાં ખોટી રીતે ઘૂસણખોરી કરીને માછીમારોનું અપહરણ કરે છે. ત્યારે નાપાક ઈરાદાઓના કારણે માછીમારો અને પરિવારજનોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે.