રીપોર્ટ@ગુજરાત: પીએમ મોદીના સોમનાથ કાર્યક્રમ માટે રાજયભરમાંથી 2000 એસટી બસોની ફાળવણી

 
રાજકારણ

પ્રધાનમંત્રીના સોમનાથ કાર્યક્રમ માટે ફાળવવા આદેશ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત તા.11 જાન્યુઆરીને રવિવારે સોમનાથ આવી રહેલા દેશના પીએમ નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમ માટે રાજકોટ સહિત રાજ્યભરમાંથી કુલ 2000 એસટી બસની ફાળવણી કરાઇ છે જેમાં રાજકોટ શહેર જિલ્લામાંથી 200 બસમાં 10 હજાર લોકો રવાના થશે તેમ જાણવા મળે છે.

ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આગામી તા.11 જાન્યુઆરીને રવિવારના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સોમનાથ કાર્યક્રમ માટે રાજકોટ સહિત રાજ્યભરના કુલ 14 એસટી ડિવિઝનમાંથી 2000 એસટી બસ પ્રધાનમંત્રીના સોમનાથ કાર્યક્રમ માટે ફાળવવા આદેશ કરાયો છે.જેમાં રાજકોટથી 200, જૂનાગઢથી 200, ભાવનગરથી 150, જામનગરથી 80, અમરેલીથી 120, ભરૂચથી 75, વડોદરાથી 100, નડિયાદથી 275, અમદાવાદથી 150, ગોધરાથી 50, ભુજથી 50, પાલનપુરથી 100, મહેસાણાથી 275 અને હિંમતનગરથી 100 અને સુરતથી 75 એસટી બસની ફાળવણી કરવા આદેશ જારી કરાયો છે