રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 29 દર્દીઓના મોત, કુલ કેસ 14063

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. બીજી તરફ આજે 25 મેના રોજ ઈદ ઉલ ફિત્રની ઉજવણી થશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 394 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 14,000ને પાર થયો છે.
 
રિપોર્ટ@ગુજરાતઃ ગત 24 કલાકમાં 29 દર્દીઓના મોત, કુલ કેસ 14063

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં સૌથી વધારે અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. બીજી તરફ આજે 25 મેના રોજ ઈદ ઉલ ફિત્રની ઉજવણી થશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 394 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 14,000ને પાર થયો છે. સાથે સાથે કુલ મૃતકોની સંખ્યા 858એ પહોંચી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 નવા કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે. નવા નોંધાયેલા 29 મૃત્યમાંથી 8 દર્દીના કોરોનાથી અને 21ના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણ મોત થયા છે. કોરોનાના ગુજરાતમાં કુલ કેસ 14,063 દર્દીમાંથી 67 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 6,726 દર્દીની હાલત સ્થિર છે અને 858ના મોત થઈ ચૂક્યા છે. તેમજ ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં 1,82,869 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 14063ના રિપોર્ટ પોઝિટિવ અને 1,68, 806ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

કાલે નવા આવેલા 394 નવા કેસનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 279, સુરતમાં 35, વડોદરામાં 30, સાબરકાંઠામાં 14, ગાંધીનગરમાં 11, રાજકોટમાં 5, દાહોદમાં 4 ખેડામાં 3, મહેસાણા, પંચમહાલ, મહીસાગર, અન્ય રાજ્યમાં 2-2 જ્યારે ભાવનગર, આણંદ, અરવલ્લી, જામનગર અને વલસાડ માં 1-1 કેસ નોંધાયા છે.