રીપોર્ટ@ગુજરાત: 33 પોલીસ સબ ઈન્સપેક્ટરની PI તરીકે હંગામી બઢતી

 
પોલીસ

રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આ આદેશ કરાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં 33 જેટલા PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. DGP વિકાસ સહાય દ્વારા આ આદેશ કરાયો છે.  ગુજરાત પોલીસ વિભાગનાં પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં પોલીસ ખેડામાં પ્રમોશનને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, રાજ્યમાં 33 જેટલા PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા આ આદેશ કરાયો છે.

રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા 33 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ-3 ને પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ-2 તરીકે હંગામી ધોરણે બઢતી આપવાનાં આદેશ કરાયા છે.ગુજરાત પોલીસ વિભાગનાં પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓનાં મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. અગાઉ 261 ASI ને PSI તરીકે બઢતી આપવામાં આવી હતી. જ્યારે છેલ્લા 15 મહિનામાં PSI થી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીઓમાં આનંદ ફેલાયો છે.