રીપોર્ટ@ગુજરાત: ગ્રામ્ય વિસ્તારોમાં 34 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને અપાઈ મંજુરી, આરોગ્ય મંત્રીએ આપી માહિતી

21 જિલ્લાઓમાં કુલ 34 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C) ને વહીવટી મંજૂરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં લોકોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે જુદા જુદા ગામડાંઓમાં 34 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજુરી આપવામાં આવી છે.આ માહિતી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી છે. ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જનહિતનો વધુ એક નિર્ણય લીધો છે. વસ્તીના ઘોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઇ નવીન 34 નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી અપાઈ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં 21 જિલ્લામાં નવીન 34 આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી આપી છે.
રાજ્યના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે. ભારત સરકારના નિયત માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં 2011ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ 1499 પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત છે. હવે નવા 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજુરી આપવામાં આવી છે. રાજ્યમાં 21 જિલ્લાઓમાં કુલ 34 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને વહીવટી મંજૂરી આપી છે. રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે. હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવે છે. જે મુજબ સામાન્ય વિસ્તારમાં 30,000 અને આદિજાતિ વિસ્તારમાં 20,000ની ગ્રામ્ય વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે છે.
રાજ્યમાં 2011 ની ગ્રામ્ય વસ્તીના ધારા ધોરણો મુજબ કુલ 1499 પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત છે. હાલ આ પ્રાથમિક કેન્દ્રોની મંજૂરીમાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે ઉક્ત વસ્તીના ધારાધોરણો ધ્યાને ન લેતા જીઓ સ્પેશિયલ એનાલિસિસના આધારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ કુલ 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવેલ છે. જેથી આવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે પુરી પાડી શકાશે.