file photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 405 કેસ સામે આવ્યા છે. તો 30 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 310 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 224 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યભરમાં પોઝિટિવ કેસોની સંખ્યા 14468 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં 25 ગાંધીનગરમાં 3,આણંદ અને સુરતમાં 1-1 દર્દીનું મોત થયુ છે. આ સાથે ગુજરાતમાં મૃત્યુંઆંક 888 પર પહોંચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ 310 કેસ નોંધાયા છે. તો સુરતમાં 31, વડોદરામાં 18, સાબરકાંઠામાં 12, મહીસાગરમાં 7,સ ગાંધીનગરમાં 7, પંચમહાલમાં 3, નર્મદામાં 3, ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં બે-બે કેસ નોઁધાયા છે. તો રાજકોટ, મહેસાણા, બોટાદ, ખેડા, પાટણ, વલસાડ, નવસારી, પોરબંદરમાં 1-1 કેસ સામે આવ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધી 14468 કેસ નોંધાયા છે. આ દરમિયાન કુલ 888 લોકોના મૃત્યુ થયા છે. તો 6636 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 6944 છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10590 પર પહોંચી ગઈ છે. તો સુરતમાં 1351 અને વડોદરામાં 854 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 225 અને ભાવનગરમાં 117 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

07 Jul 2020, 6:34 AM (GMT)

COVID-19 Global Stats

11,845,377 Total Cases
543,553 Death Cases
6,812,801 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code