રીપોર્ટ@ગુજરાત: 30 દિવસમાં 45 લાખ લોકોને અપાશે સાયબર સુરક્ષાની ટ્રેનિંગ, જાણો વધુ

 
પોલીસ
પોલીસ વિભાગના કોન્સ્ટેબલોને ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં નાના બાળકોથી માડીને મહિલાઓ સતત ફોનમાં વ્યસ્ત રહેવા લાગ્યા છે. આનાથી મોબાઈલના સતત વપરાશથી તેમનો સ્ક્રીન ટાઈમ 8 કલાક જેટલો થયો છે. તેથી સાયબર ફ્રોડની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે . તેથી આ સમસ્યાનું નિવારણ લાવવાના હેતુથી હવે પોલીસે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરુ કર્યુ છે.જેને અંતર્ગત 20 લાખ બાળકો, મહિલાઓ અને મોટેરાઓ સહિત 45 લાખ લોકોને 30 દિવસની ટ્રેનિંગ અપાશે.પોલીસ દ્વારા લોકોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ આવે તે માટે પોલીસ વિભાગના કોન્સ્ટેબલોને ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કરવા અંગેની જવાબદારી અપાઈ છે.

રાજ્યના નવનિયુક્ત ડીજીપી જી.એસ મલિકના વડપણ હેઠળ મીટિંગ મળી હતી. આ મીટિંગમાં 1 જુલાઈથી 30 જુલાઈ સુધી સુરક્ષિત સાયબર સ્પેસ પ્રોજેક્ટની ટ્રેનિંગની જવાબદારી મહિલા સેલના એ. ડીજીપી અજય ચૌધરીને સોંપવામાં આવી છે.એ. ડીજીપી અજય ચૌધરીના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આ પ્રોજેક્ટ હેઠળ 730 જેટલી શી ટીમ, સાયબર ક્રાઈમ, સ્ટેટ સાયબર સેલ અને પોલીસ મળીને કુલ 1 હજારથી વધુ લોકોની અલગ અલગ ટીમ લોકોને સાયબર જાગૃતિ અંગે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં 45 લાખ લોકોને સાયબર સલામતીની ટ્રેનિંગ અપાશે. ગુજરાતમાં હાલ ફેક પ્રોફાઈલથી મહિલાઓ અને યુવતીઓના ફેક આઈડી બનાવીને બદનામીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

ગુજરાતમાં દર વર્ષે 1 હજારથી બારસોથી વધારે મહિલાઓના સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને અશ્લીલ ફોટો-વીડિયો બનાવીને બ્લેકમેઇલિંગથી નાણાં વસૂલવામાં આવ્યા છે. બદનામીની બીકથી મહિલાઓ એફઆઈઆર નોંધાવતી નથી. આવા કેસોમાં ગુજરાત દેશમાં 5માં નંબર પર છે. 10 હજાર શાળાઓ અને 1500થી વધારે કોલેજોમાં અભિયાન ચલાવવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ 1 લાખથી વધારે કિશોરીઓને સાયબર સ્ટોકિંગ સામે જાગ્રત કરવામાં આવશે, તેમજ 20 લાખ લોકોને ડીપફેક કેટલું જોખમકારક છે, તે અંગેની જાણકારી આપવામાં આવશે.