રિપોર્ટ@ગુજરાત: પેટાચૂંટણીમાં ચૂંટાયેલા 5 MLA આજે લેશે શપથ, 11 વાગ્યે વિધાનસભામાં સમારોહ યોજાશે

 
વિધાનસભા

ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની જીત થઈ હતી નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કરવાના છે. વિજાપુરથી સી.જે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ ચૂંટાઈ આવ્યા છે.7 મે ના રોજ આ પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા હતા, આ બેઠક પર દમાદાર જીત દાખવી હતી.

પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાની જીત થઈ હતી, મોઢવાડિયાને 1,33,163 મત મળ્યા હતા. ખંભાત બેઠક પરછી ચિરાગ પટેલને 88,457 મત મળ્યા હતા. વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાનો વિજય થયો હતો, 1,00,641 મત મળ્યા હતા. સૌથી ચર્ચાસ્પદ માણાવદર બેઠક રહી હતી. આ બેઠક પરથી અરવિંદ લાડાણીને 82,017 મત મળ્યા હતા અને વિજય થયો હતો.