રિપોર્ટ@ગુજરાત: દ્વારકાના ટાપુ પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા 8 શખ્સો ઝડપાયા

 
કાર્યવાહી

8 દિવસ ચાલેલા મેગા ડીમોલેશમાં કુલ 525 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દ્વારકાના ટાપુ પરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, આરોપીઓ ખારા-મીઠા સૂચણા ટાપુથી ઘૂસણખોરી કરતા હતા અને આરોપીઓ પાસેથી ગોપ ગોરીશા નામની ફિશિંગ બોટ પણ ઝડપી પાડવામાં આવી છે, 7 નિર્જન ટાપુઓ પર માનવ પ્રવેશ પર છે પ્રતિબંધ તેમ છત્તા આરોપીઓ ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા હોવાની વાત સામે આવી છે,ભૂતકાળમાં ટાપુઓ પર થતી દેશ વિરોધી પ્રવૃત્તિઓને પણ સરકારે અટકાવી હતી.

ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્રારા દરિયામાં પેટ્રોલીંગ દરમિયાન ખારા-મીઠા સૂચણા ટાપુ પરથી આઠ ઈસમોને ગેર કાયદેસર રીતે પ્રવેશ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. ફિશિંગ બોટ ગોપ ગોરીશા રજી નં-IND -JG-37-MM-885ની ટાપુ પાસે દરિયાના પાણીમાં ફિશિંગ ઝાળ નાખી ટાપુમાં અનઅધિકૃત પ્રવેશ કર્યો.ગઇકાલે આ સાત ટાપુઓ પરથી ગેર કાયદેસર બાંધકામો દૂર કરાયાં છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ સાત જેટલા નિર્જન ટાપુઓ પર જવાનું બંધ કરવામાં આવ્યું છે.

દ્વારકા,બેટ દ્વારકા ઓખામાં આઠ દિવસ ચાલેલા મેગા ડીમોલેશન પૂર્ણ થયું છે. બેટ દ્વારકામાં અને ઓખામાં 4 જ્યારે દ્વારકામાં 2 અને આરંભડામાં 1 ધાર્મિક સ્થળો અત્યાર સુધીમાં તોડી પાડવામાં આવ્યા છે અને 8 દિવસ ચાલેલા મેગા ડીમોલેશમાં કુલ 525 બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને રૂ.73.50 કરોડની કિંમતની 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરાઇ છે. 8 દિવસ સુધી ચાલેલા મેગા ડીમોલેશનમાં 1 હજાર પોલીસ કર્મચારી એસ.આર.પી જવાનોની ટીમ રહી ખડેપગે.