રિપોર્ટ@ગુજરાત: આજે બનાસકાંઠામાં જ ધાનેરાને રાખવા માટે ધરણાનો કાર્યક્રમ યોજાશે, જિલ્લાના વિભાજનને લઈ આક્રોશ યથાવત

 
વિરોધ

તાલુકામાં ભયંકર આક્રોશ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

તાલુકામાં જિલ્લાના વિભાજનને લઈ આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લા વિભાજનનાં નિર્ણય સામે ભારતીય જનતા પાટીના સંગઠનને આ મામલે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિએ રજૂઆત કરી છે.પ્રજા કે સંગઠનને વિશ્વાસમાં લીધા વિના ધાનેરાને થરાદમાં સમાવેશ કરાતાં આક્રોશ વ્યાપ્યો છે. ધાનેરા તાલુકા નો એક જ અવાજ અત્યાર સુધી સાંભળવા મળ્યો છે કે ધાનેરા ને બનાસકાંઠા જિલ્લાથી દુર કરવામાં ના આવે તેમજ તેના અનેક કારણો પણ રજૂ કરવામાં આવ્યા છે.ધાનેરા શહેરને બંધ રાખી સરકાર સુધી પ્રજાએ પોતાનો અવાજ પહોંચાડયો છે.

વિભાજન બાદ સોશિયલ મીડિયામાં ધાનેરા તાલુકાની આગેવાની સાથે જિલ્લા વિભાજન બાબતે રજૂઆત માટેની હાકલ કરી છે. સરકારે પ્રજા સંગઠનને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લીધો છે. જેના કારણે તાલુકામાં ભયંકર આક્રોશ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે. આ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્યને જિલ્લા વિભાજનના નિર્ણય સામે વિરોધ કરી ભારતીય જનતા પાટીના સંગઠનને આ મામલે રજૂઆત કરી છે. અને તારીખ 10.01.2025 ના રોજ લાલચોક ખાતે બપોરે 11થી ત્રણ વાગ્યા સુધી ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા ધરણાંનો કાર્યક્રમ રાખવામો આવેલ છે.