રીપોર્ટ@ગુજરાત: 24 કલાકમાં નવા 230 કેસ સાથે કુલ 3301 કોરોના પોઝિટિવ કેસ
અટલ સમાચાર,ડેસ્ક
કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. કેન્દ્રની ટીમે પણ રાજ્યની સ્થિતિનો તાગ મેળવવા માટે અમદાવાદમાં ધામા નાંખ્યા છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 230 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 31 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 313 લોકો સાજા થયાં છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે,આ સાથે જ અમદાવાદમાં 178 કેસ નોંધાયા હતા. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 3301 પહોંચી છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 લોકોના દુ:ખદ અવસાન થયાં હોવાની વાત પણ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે કરી હતી.
આજના કેસ
| અમદાવાદ | 178 |
| સુરત | 30 |
| આણંદ | 8 |
| બનાસકાંઠા | 1 |
| ગાંધીનગર | 2 |
| ખેડા | 1 |
| નવસારી | 1 |
| પાટણ | 1 |
| રાજકોટ | 4 |
| વડોદરા | 4 |
આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 27 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 2810 લોકો સ્ટેબલ છે.આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવે વધુમાં જણાવ્યું હતું કે, કુલ 51091 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 3301 પોઝિટિવ આવ્યા છે તો 47790 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
આ માહિતી સાંજે 7.45 કલાક સુધીની છે
| જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
| Ahmedabad | 2181 | 140 | 104 |
| Baroda | 234 | 56 | 12 |
| Surat | 526 | 16 | 15 |
| Rajkot | 45 | 14 | 0 |
| Bhavnagar | 40 | 18 | 5 |
| Anand | 49 | 14 | 3 |
| Bharuch | 29 | 14 | 2 |
| Gandhinagar | 25 | 12 | 2 |
| Patan | 17 | 11 | 1 |
| Panchmahal | 17 | 0 | 2 |
| Banaskantha | 28 | 1 | 0 |
| Narmada | 12 | 0 | 0 |
| Chhota Udepur | 13 | 3 | 0 |
| Kutch | 6 | 3 | 1 |
| Mehsana | 7 | 2 | 0 |
| Botad | 12 | 0 | 1 |
| Porbandar | 3 | 3 | 0 |
| Dahod | 4 | 1 | 0 |
| Gir Somnath | 3 | 2 | 0 |
| Kheda | 6 | 1 | 0 |
| Jamnagar | 1 | 0 | 1 |
| Morbi | 1 | 0 | 0 |
| Sabarkantha | 3 | 2 | 0 |
| Arvalli | 18 | 0 | 1 |
| Mahisagar | 10 | 0 | 0 |
| Tapi | 1 | 0 | 0 |
| Valsad | 5 | 0 | 1 |
| Navsari | 3 | 0 | 0 |
| Dang | 1 | 0 | 0 |
| Surendranagar | 1 | 0 | 0 |
| TOTAL | 3301 | 313 | 151 |

