રિપોર્ટ@ગુજરાત: જૂનાગઢમાં લીલી પરિક્રમામાં કુલ 9 લોકોના હાર્ટ એટેકથી મોત

 
ઘટના
તમામ મૃતકોની ઉંમર 50થી 70 વર્ષની હોવાની જાણવા મળેલ છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગિરનાર પરિક્રમા દરમિયાન છેલ્લા બે દિવસમાં સાત લોકોના હ્રદય થંભી ગયા છે. છાતીમાં થતો દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. મૃત્યુ પામનાર તમામ સાતેય પરિક્રમાર્થીઓ પુરૂષો જ હોવાનો દાવો છે. ફક્ત 2 દિવસમાં 7 પરિક્રમાર્થીઓના મોતની લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જણાવ્યા પ્રમાણે 6 મૃતદેહોને સિવિલ હોસ્પિટલ અને 1 મૃતદેહને ભેંસાણ સીએચસી ખાતે ખસેડવામાં આવેલ છે. જેમાં 11 નવેમ્બરના રોજ 4 ભાવિકોના મૃત્યુ થયા હતા અને 12 નવેમ્બરના રોજ વધુ 3 ભાવિકો મૃત્યુ પામ્યા હતા.

આ તમામ મૃતકોની ઉંમર 50થી 70 વર્ષની હોવાની જાણવા મળેલ છે. લોકો પણ પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, પરિક્રમાની ભીડ જોતા તમામ સુરક્ષા વ્યવસ્થા અને મેડિકલ ટીમ પણ ખડેપગે છે. પરિક્રમાના 36 કિલોમીટર માર્ગમાં 1૦ જેટલા હંગામી દવાખાના શરૂ કરાયા છે. આ સાથે યાત્રાળુઓની આરોગ્ય સુખાકારી માટે 16 મેડિકલ – પેરા મેડિકલ ટીમ પણ સેવારત છે. આ હંગામી દવાખાના જીણાબાવાની મઢી, સરકડિયાના ઘોડી વિસ્તાર, માળવેલા વિસ્તાર, માળવેલાની ઘોડી ઉપરના પોઇન્ટ, શ્રવણની કાવડના નળપાણી વિસ્તાર, નળપાણીની ઘોડી ઉપરના પોઇન્ટ, બોરદેવી વિસ્તાર, બળદેવી મંદિર, ભવનાથ અને ગિરનાર અંબાજીની ટૂંક છે.

આ ઉપરાંત ગિરનાર પરિક્રમા માટે કુલ 2427 પોલીસ કર્મી ફરજ બજાવશે. જેમાં 9 Dysp, 27 PI, 92 psi, 914 પોલીસ કર્મચારીઓ, 500 હોમગાર્ડ, 885 GRDનો સમાવેશ થાય છે. 1 SRPF ટીમ,1 SDRF ટીમ, 13 સરવેલન્સ ટીમ,8 she ટીમ પણ ફરજ બજાવશે. આ ઉપરાંત બોડીવોરન કેમેરા 210, રસા 19, અગ્નિશામક 49, વાયરલેસ સેટ 40, રાવટી 47. ,વોકીટોકી 195 જેવા આધુનિક સાધનો સાથે પોલીસ કર્મી ફરજ પર રહેશે. ચોરી, લૂંટફાટ જેવી ઘટના કે આકસ્મિક ઘટનાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે.