રીપોર્ટ@ગુજરાત: રાજ્યભરમાં કોરોના વાયરસના કુલ 95 કેસ પોઝિટીવ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોના વાયરસના લેટેસ્ટ અપડેટ વિશે માહિતી આપતા આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, આજે 3 એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાના 95 કેસ થયા છે. તેમજ 8 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત 10 દર્દી સાજા થયા છે. નવા કેસમાં આજે અમદાવાદમાં વધુ 7 કેસ નોંધાયા છે. જ્યારે કે આજે સવારે પંચમહાલના કોરોનાના
 
રીપોર્ટ@ગુજરાત: રાજ્યભરમાં કોરોના વાયરસના કુલ 95 કેસ પોઝિટીવ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોના વાયરસના લેટેસ્ટ અપડેટ વિશે માહિતી આપતા આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, આજે 3 એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાના 95 કેસ થયા છે. તેમજ 8 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત 10 દર્દી સાજા થયા છે. નવા કેસમાં આજે અમદાવાદમાં વધુ 7 કેસ નોંધાયા છે. જ્યારે કે આજે સવારે પંચમહાલના કોરોનાના એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1944 ટેસ્ટ કર્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે 43 વેન્ટીલેટર્સ રાજકોટમા મોકલવવામાં આવ્યા છે.જયંતી રવિ કહે છે કે, ગરમ પાણી પીવાથી આ રોગથી બચી શકાય છે. માનનિય પ્રધાનમંત્રીશ્રીએ પણ કોટનનું માસ્ક પહેરવાની વાત કરી છે. આજે પંચમહાલમાં એક દર્દીનું મોત થયું છે. એક 7 વર્ષની બાળકી કોરોના પોઝિટીવ મળતાં સૌથી મોટી ચિંતાનો વિષય છે. અમદાવાદમાં કુલ કેસ 38એ પહોંચ્યા છે. સરકારે એવું જાહેર કર્યું કે, સ્વસ્થ લોકો માસ્ક ન પહેરે, પરંતુ હવે સરકાર જ કહે છે કે, માસ્ક પહેરેલો રાખો. સરકારે માસ્ક મામલે હવે પંદર દિવસે યુ ટર્ન લીધો છે.

ગુજરાતમાં કોરોનાના 95 કેસ

  • અમદાવાદ:38
  • સુરત:12
  • રાજકોટ: 10
  • વડોદરા:9
  • ગાંધીનગર:11
  • ભાવનગર :7
  • કચ્છ:1
  • મહેસાણા -1
  • ગીરસોમનાથ -2
  • પોરબંદર -3
  • પંચમહાલ-1