રિપોર્ટ@ગુજરાત: પૂર્વ કચ્છમાં રેતીનું ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓ પર કાર્યવાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના પૂર્વ કચ્છમાં ચાઈના ક્લે, હાર્ડ મોરમ અને સાદી રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરી અને વગર રોયલ્ટીએ ડમ્પરમાં ભરી ખનીજની હેરાફેરી કરતા ૫ ડમ્પરને ઝડપી પાડી ભુસ્તર વિજ્ઞાાન અને ખનીજ ખાતા દ્વારા સીઝ કરવામાં આવ્યા છે. ભુસ્તર વિજ્ઞાાન અને ખનીજ ખાતાની કાર્યવાહીથી ભૂ - માફિયામાં ફફડાટ ફેલાયો છે. જેમાં ખાણ ખનીજ ખાતા દ્વારા રાપર, ભચાઉ અને ગાંધીધામનાં શિણાયમાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ખનન પર અંજારનાં ભુસ્તરશાી એન એ પટેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં ગત રાપરનાં નીલપર ગામની સીમમાં ચાલતી ખનીજ ચોરી પર દરોડો પાડી ડમ્પર ૩૦.૦૦ મે.ટન ચાઇનાક્લે ખનીજ ગેરકાયદેસર સીઝ કરવામાં આવ્યો હતો. તો બીજી બાજુ ૧૫ સપ્ટેમ્બરનાં ભચાઉનાં લાકડીયા ખાતે ૧ ડમ્પર ૩૦.૦૦ મે.ટન ચાઇનાક્લે ખનીજ વહન તેમજ ગાંધીધામનાં સિણાય ખાતે ૧ ડમ્પર ૨૦.૦૦ મે.ટન હાર્ડમોરમ અને ૦૧ ડમ્પર ૩૫ મે.ટન સાદીરેતી ખનીજ ગેરકાયદેસર વહન સીઝ કરવામાં બે ડમ્પરને સીઝ કરવામાં આવ્યા હતા.
રાપરનાં બાદરગઢ રોડ પર ૧૬ સપ્ટેમ્બરનાં એક ડમ્પરને ૩૦.૦૦ મે.ટન ચાઇનાક્લે ખનીજ ગેરકાયદેસર વહન અન્વયે સીઝ કરવામાં આવેલ છે. કુલ ત્રણ દિવસમાં ખાણ ખનીજ વિભાગે રોયલ્ટી વગર ગેરકાયદેસર ખનીજની ચોરી કરી ખનીજની હેરાફેરી કરતા ૫ વાહનોને સીઝ કરી તેમના વિરુદ્ધ દંડનીય રકમ ભરપાઈ અંગેની કાર્યવાહી હાથ ધરાઈ છે.