રીપોર્ટ@ગુજરાત: ધો-12ની માર્કશીટ સમયસર નહીં મળતાં પ્રવેશની સમસ્યા, માર્કિગ પદ્ધતિમાં વિલંબ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-12 નાં વિદ્યાર્થોઓને પણ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આજ દિન સુધી હજી માર્કીંગ પદ્ધતિ નક્કી નહીં થતાં પરિણામ આપવામાં વિલંબ થયો છે. પરિણામે આગળનાં વર્ષમાં પ્રવેશ મેળવવાની પણ વિકટ સમસ્યા સર્જાઇ છે. આ સંજોગોમાં ગુજરાતમાં પણ શિક્ષણવિભાગ કેન્દ્રના નિર્ણયની રાહ જોઇ રહ્યું
 
રીપોર્ટ@ગુજરાત: ધો-12ની માર્કશીટ સમયસર નહીં મળતાં પ્રવેશની સમસ્યા, માર્કિગ પદ્ધતિમાં વિલંબ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-12 નાં વિદ્યાર્થોઓને પણ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આજ દિન સુધી હજી માર્કીંગ પદ્ધતિ નક્કી નહીં થતાં પરિણામ આપવામાં વિલંબ થયો છે. પરિણામે આગળનાં વર્ષમાં પ્રવેશ મેળવવાની પણ વિકટ સમસ્યા સર્જાઇ છે. આ સંજોગોમાં ગુજરાતમાં પણ શિક્ષણવિભાગ કેન્દ્રના નિર્ણયની રાહ જોઇ રહ્યું હોવાની ચર્ચા શિક્ષણજગતમાં થઇ રહી છે.

 

ગુજરાત સરકારનાં આ નિર્ણયનાં 17 દિવસ પછી આજસુધી ધોરણ-12 નાં વિદ્યાર્થોઓને માર્કસ કે પરિણામ કેવી રીતે આપવામાં આવશે એ અંગે કોઇ પદ્ધતિ નક્કી કરવામાં આવી નથી. માર્કિંગ પદ્ધતિ અને પરિણામમાં વિલંબનાં કારણે આગામી સમયમાં ધોરણ-12 નાં વિદ્યાર્થીઓ માટે આગળનાં ઇજનેરી કે મેડિકલ સહિતનાં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા અંગે અસમંજસની સ્થિતિ સર્જાઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ અંગે સીબીએસઇએ પણ હજી સુધી કોઇ પદ્ધતિ નક્કી કરી નથી. માર્કીંગપદ્ધતિ જ હજી નક્કી નહીં થતાં પરિણામ ક્યારે તૈયાર થશે એ અંગે પણ પ્રશ્નાર્થ છે. બોર્ડ અને શિક્ષણવિભાગની વિલંબનીતિના કારણે હાલ તો ધોરણ-12માં અભ્યાસ કરી રહેલાં 6.83 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સામે પણ પ્રસ્નાર્થ સર્જાયાં છે. દરમિયાન બોર્ડ દ્વારા વહેલીતકે આ અંગે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય જાહેર કરવામાં આવે એમ વિદ્યાર્થીઓ ઇચ્છી રહ્યાં છે.