રીપોર્ટ@ગુજરાત: મનરેગા બાદ નલ સે જલ યોજનામાં કૌભાંડ, 12 અધિકારીઓ સામે ફરિયાદ થતાં ખળભળાટ

 
યોજના
620 ગામોમાં પાણીના કામોમાં 123.22 કરોડની ઉચાપત થઈ હોવાની ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દાહોદ સહિત ભરૂચમાં મનરેગા યોજનામાં કૌભાંડ સામે આવ્યું હતું. અનેક ગામોમાં આ કૌભાંડ સામે આવતાં પોલીસ તપાસ ચાલી રહી છે. રાજ્યમાં મનરેગા બાદ હવે નલ સે જલ યોજનામાં કૌભાંડ સામે આવ્યું છે. 620 ગામોમાં પાણીના કામોમાં 123.22 કરોડની ઉચાપત થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ યોજનામાં જિલ્લા કો-ઓર્ડીનેટર સન્ની પટેલ સહિત 12 અધિકારીઓ સામે CID ક્રાઈમમાં ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો છે.

આ કૌભાંડમાં તત્કાલિન યુનિટ મેનેજર રાજપરા સામે પણ ફરિયાદ નોંધાઈ છે. મહિસાગર જિલ્લામાં 2019થી 2023 દરમિયાન 620 ગામોમાં પીવાના પાણીની પાઈપલાઈન, કુવા, ટ્યુબવેલ વગેરે સુવિધા માટે સરકાર તરફથી ફાળવવામાં આવેલા રૂપિયાની ઉચાપત કરાઈ હતી. સરકાર દ્વારા પાઈપલાઈન અને ટ્યુબવેલ સહિતના કામો માટે ફાળવવામાં આવેલા રૂપિયાનો ખર્ચ નહીં કરને કામગીરીમાં પણ બેદરકારી દાખવી હતી. કામગીરી અંગેના ખોટા બિલો બનાવી રૂપિયાની ઉચાપત કરી હતી.