રિપોર્ટ@ગુજરાત: અગ્રિકાંડ બાદ રાજ્યભરમાં ચેકિંગનો ધમધમાટ, અમદાવાદમાં 93, સુરતમાં 739 મિલકતો સીલ

 
મિલકત સીલ
538 મિલકતો બીયુસી વિના, 175 મિલકતો ફાયર એનઓસી વગર હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજકોટ અગ્નિકાંડ બાદ આખા રાજ્યમાં ચેકિંગનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ચેકિંગ દરમ્યાન ફાયર એનઓસી, બીયું પરમીશન ન ધરાવતા એકમો સીલ કરવામાં આવ્યા છે. 3 દિવસમાં 703 એકમોમાં ચેકિંગ કરાયું છે. જેમાંથી 93 એકમો સીલ કરાયા છે. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરતનું તંત્ર પણ જાગ્યું છે. જેમાં 7 દિવસમાં 739 મિલકતોને સીલ કરી દેવામાં આવી છે. 538 મિલકતો બીયુસી વિના, 175 મિલકતો ફાયર એનઓસી વગર હતી. જ્યારે 216 ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, 131 હોસ્પિટલો, 29 ગેમઝોન, 27 સિનેમાગૃહ, 71 રેસ્ટોરન્ડ, 130 કોમર્શિયલ માર્કેટ, 134 ટેમ્પરરી સ્ટ્રક્ટર જેવી મિલતોને સીલ કરી છે.

તેમજ મોલ, રેસ્ટોરા, હોસ્પિટલ, શાળા, ક્લાસીસ બંધ કરી દેવાયા હતા.રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ત્રીજા દિવસે ગાંધીનગરમાં SIT દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે. આજે SIT કર્મચારી-અધિકારીઓની પૂછપરછ કરશે. રાજકોટ મનપા તથા પોલીસ કર્મચારીઓ-અધિકારીઓની પૂછપરછ થશે. રાજકોટ IPS તથા IAS અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે. છેલ્લા 2 દિવસમાં ગાંધીનગરમાં 10 લોકોની પૂછપરછ કરાઈ છે. તેમજ રાજકોટ મનપા, ફાયર, પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરાઈ છે.રાજકોટ TRP ગેમઝોન આગકાંડ મામલે પોલીસની તપાસ હાથ ધરવામાં આવી હતી.