રિપોર્ટ@ગુજરાત: અમદાવાદ DEOનો સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓને કડક આદેશ, જાણો વિગતે

 
અમદાવાદ

શિક્ષકોની સર્વિસ બુક ડિજિટલાઈઝ કરવા સૂચના આપવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શિક્ષકોની સેવાપોથી ડિજિટલ સ્વરૂપે સાચવવા માટે ભૂતકાળમાં ઘણીવાર આદેશ કરવામાં આવ્યા હતા. પરંતુ અમુક બેદરકાર તંત્રની શાળાઓ દ્વારા સૂચનાનો અમલ કરવામાં ન આવતા મુદ્દો ફરી એક વાર ચર્ચાયો હતો. ત્યારે સમગ્ર બાબતે અમદાવાદના ડીઇઓ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને આદેશ કરવામાં આવ્યો હતો.

ડીઇઓ દ્વારા કરવામાં આવેલ આદેશમાં શિક્ષકોની સેવાપોથી ડિજિટલ સ્વરૂપે સાચવવા માટેના સૂચન કરવામાં આવ્યા હતા.જેમાં તારીખ 30 નવેમ્બર સુધીમાં શિક્ષકોની સર્વિસ બુક ડિજિટલાઈઝ કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે ઘણી શાળાઓએ હજુ સુધી આદેશનો અમલ કર્યો નથી. ડીઇઓ દ્વારા આ બાબતે અગાઉ પણ આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર બાબતે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે 30 નવેમ્બર બાદ સેવાપોથી ડિજિટલ નહીં હોય તો આચાર્ય સામે પગલાં લેવાશે. ત્યારે આ આદેશને લઇ શિક્ષકો અને આચાર્યો દોડતા થયા છે.