રિપોર્ટ@ગુજરાત: રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર ઉંઘતુ ઝડપાયુ

 
અમદાવાદ
11 ગેમઝોન બિલ્ડિંગયુઝ પરમીશન નહિં હોવાના કારણસર સીલ કરવામાં આવ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, દેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર ઉંઘતુ ઝડપાયુ છે. બિલ્ડિંગ યુઝ પરમીશન ધરાવતા કેટલા બિલ્ડિંગ 48 વોર્ડમાં છે એની કોઈ અદ્યતન યાદી મ્યુનિ.તંત્ર પાસે નહિં હોવાથી શહેરમાં આવેલા મોલ, મલ્ટિપ્લેકસ, હોસ્પિટલ, ટયુશન કલાસીસ ઉપરાંત ફુડ કોર્ટ ,રેસ્ટોરન્ટ, ગેમઝોન વગેરે બિલ્ડિંગ યુઝ પરમીશન ધરાવે છે કે કેમ એ અંગે અદ્યતન યાદી ત્રણ મહિનામાં યાદી તૈયાર કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે. જયાં લોકો મોટી સંખ્યામાં એકઠા થતા હોય એવા તમામ સ્થળનું સમયાંતરે ઈન્સપેકશન કરવામાં આવશે.

બિલ્ડિંગ યુઝ પરમીશન નહિં ધરાવતા બાંધકામની 14 દિવસમાં બી.યુ.નહિં લેવામા આવે તો વપરાશ બંધ કરાવાશે.અમદાવાદમાં બે દિવસમાં 41 ગેમઝોનની તપાસ મ્યુનિ.ની ટીમ દ્વારા કરવામાં આવ્યા બાદ 11 ગેમઝોન બિલ્ડિંગયુઝ પરમીશન નહિં હોવાના કારણસર સીલ કરવામાં આવ્યા છે. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને મોટી સંખ્યામાં જયાં લોકો એકઠા થતા હોય એવા તમામ સ્થળ ઉપર પહેલી જુન-2024ની સ્થિતિએ અદ્યતન યાદી તૈયાર કરવા એસ્ટેટ વિભાગને આદેશ કર્યો છે. આ યાદી પૈકી જે મકાનને બાંધકામ વપરાશની મંજૂરી આપવામાં આવી નહિં હોય તેવા મકાન માટે 14 દિવસમાં બિલ્ડિંગ યુઝ પરમીશન મેળવી લેવી પડશે.

બી.યુ.મેળવવામાં નહિં આવે તો બાંધકામ સીલ કરવામાં આવશે.ગૃડા અંતર્ગત બાંધકામ નિયમિત ના થાય ત્યાં સુધી એસ્ટેટ વિભાગ વપરાશ બંધ કરાવશે.ગેરકાયદેસર બાંધકામ નિયમિત થઈ શકે એમ નહીં હોય તો એવુ બાંધકામ જે તે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની મંજુરી લઈ તોડી પાડવામાં આવશે.બી.યુ. આપવામા આવ્યા બાદ છ મહિનામા એક વખત બાંધકામ વપરાશની મંજૂરી બાદ ગેરકાયદેસર ફેરફાર કરવામા આવ્યો  છે કે કેમ એ અંગે વોર્ડ ઈન્સપેકટરે ચકાસણી કરવી પડશે. બિલ્ડિંગ યુઝ પરમીશન ધરાવતા બાંધકામની યાદી તૈયાર થયા બાદ જે તે ઝોનના આસિસ્ટન્ટ ટી.ડી.ઓ.એ અંદાજિત 20 તથા ડેપ્યુટી ટી.ડી.ઓ.એ 10 ટકા બાંધકામનું રેન્ડમ ચેકીંગ કરી રીપોર્ટ આપવો પડશે. દર મહિને સમીક્ષા બેઠકમાં કરવામા આવેલ કામગીરીનો અહેવાલ મુકવો પડશે.