રીપોર્ટ@ગુજરાત: અમદાવાદ વડોદરાની સ્કૂલોને ફરી બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઇલ મળતા તંત્રમાં દોડધામ

 
હડકંપ
ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલની તપાસ કરવામાં આવી રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરા અને અમદાવાદની સ્કૂલો-કોલેજને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી છે. અમદાવાદમાં લગભગ 16 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈમેઇલ મળ્યાં છે. વડોદરા શહેરની ઉર્મિ, ડી.આર. અમીન, નાલંદા, જીવનસાધના, શાનેન સ્કૂલ, નવયુગ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેઈલ મળતાં શાળા સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક છોડી મૂકવામાં આવ્યા છે. તેમજ ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતીના ભાગરૂપે હાલ ખાલી કરી દેવામાં આવી છે. બોમ્બની ધમકી મળી હોવાની જાણ થતાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલની તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, મકરબા સહિતના વિસ્તારમાં આવેલી 16 જેટલી સ્કૂલને ધમકીના ઈમેઈલ મળતાં તંત્રમાં દોડધામ મચી છે.

બોમ્બની ધમકીને પગલે સ્કૂલને ખાલી કરી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, મકરબા સહિતના વિસ્તારમાં આવેલી 16 જેટલી સ્કૂલને ધમકીના ઈમેઈલ મળતાં તંત્રમાં દોડધામ મચી છે. બોમ્બની ધમકીને પગલે સ્કૂલને ખાલી કરી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.DAV સ્કૂલમાં પરીક્ષા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી છે. સ્કૂલની બહાર સિક્યુરિટી દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યું છે. ધમકીના ઈમેઈલ મળતાં વાલીઓ સ્કૂલે પહોંચી રહ્યા છે.

અગાઉ 23મી જાન્યુઆરી, 2026એ અમદાવાદ શહેરની જાણીતી સ્કૂલોને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમાં આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ, વસ્ત્રાપુરની સ્વયંમ સ્કૂલ અને એપલ ગ્લોબલ સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે. આ ધમકીભર્યા મેલમાં લખ્યું હતું કે, 'મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારા બાળકોને બચાવી લો'​​