આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં પણ હવે કોરોના વાયરસ બેકાબૂ બની રહ્યો છે. આવામાં 9 એપ્રિલના કોરોના વાયરસના નવા કેસ વિશે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપી કે, ગુજરાતમાં કુલ નવા 55 કેસો છે. આ સાથે ગુજરાતમાં કોરોનોના કેસો આંકડો 245 પર પહોંચી ગયો છે. જેમાંથી 50 માત્ર અમદાવાદના જ છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 133 પર પહોંચ્યો છે. નવા કેસ અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના છે. સર્વેલન્સ કરવાના કારણે આ કેસો સીધા બહાર આવ્યા છે. કોઈ ચિંતાજનક બાબત નથી. હોટ સ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ કરતા આ કેસો બહાર આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે, હોટસ્પોટમાં હજુ પણ વધુ કેસો નીકળશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે નવા 55 કેસ આવ્યા

  • અમદાવાદમાં 50
  • સુરત 2
  • દાહોદ 1
  • આણંદ 1
  • છોટાઉદેપુર 1

ગુજરાતમાં ગઈ કાલે વધુ ૧૦ કેસ પોઝિટિવ આવ્યા હતા. સુરત માં બે મળી કાલે દાહોદ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. દાહોદમાં અને બોડેલીમાં ગઈ કાલે એક-એક બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં ગઈ કાલે વધુ ૧૦ કેસ પોઝિટિવ નોંધાતા આંકડો ૧૮૯ સુધી પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી ૨૫ પોઝિટિવ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અને ૧૬ દર્દીઓના કોરોના વાયરસના કારણે મોત પણ નિપજ્યા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં ૮૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. પરંતુ ગઈ કાલે કોરોના એપિસેન્ટર તરીકે નોંધાયેલા અમદાવાદ શહેરમાં એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા રાહત અનુભવાઈ રહી છે. જ્યારે અમદાવાદ ગ્રામીણ વિસ્તારમાં નોંધાયેલો સૌપ્રથમ પોઝિટિવ દર્દીની હાલતમાં સુધારો જણાવતા તેના સેમ્પલ ટેસ્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો. અત્યાર સુધી રાજ્યમાં ૨૫ પોઝિટિવ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી જિંદગીની જંગ જીત્યા છે.

ગુજરાતના દાહોદમાં જિલ્લામાં કોરોનાનો સૌપ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં ૧૮ જિલ્લામાં કોરોનાનો કહેર પ્રસરી રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં ૮૩, સુરતમાં ૨૪, વડોદરામાં ૧૮, રાજકોટમાં ૧૧, ભાવનવરમાં ૧૮, ગાંધીનગરમાં ૧૩, મહેસાણામાં ૦૨, પાટણમાં ૦૫, પોરબંદરમાં ૦૩, કચ્છમાં ૦૨, છોટા ઉદયપુરમાં ૦૨, ગીર સોમનાથમાં ૦૨, જામનગરમાં ૦૧, મોરબીમાં ૦૧, સાબરકાંઠામાં ૦૧, પંચમહાલમાં ૦૧, આણંદમાં ૦૧ અને દાહોદમાં ૦૧ કેસ સાથે કુલ ૧૮૯ પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. અને ૧૬ દર્દીઓને કોરોના ભરખી ગયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code