રિપોર્ટ@ગુજરાત: પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે ઉત્તરપ્રદેશના રત્નાકરની નિમણૂંક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભાજપના સંગઠનમાં પ્રદેશ પ્રમુખનું જેટલું મહત્વ છે તેના જેટલું જ મહત્વ સંગઠન મહામંત્રીનું હોય છે. સંગઠન મહામંત્રી તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારકને બનાવામાં આવે છે. છેલ્લા એક દાયકાથી વધુ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઈ દલણીયા કામ કરી રહ્યા છે. સુરેશ ગાંધી પછી ભીખુ ભાઈ દલસાણીયા સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી
 
રિપોર્ટ@ગુજરાત: પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે ઉત્તરપ્રદેશના રત્નાકરની નિમણૂંક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાજપના સંગઠનમાં પ્રદેશ પ્રમુખનું જેટલું મહત્વ છે તેના જેટલું જ મહત્વ સંગઠન મહામંત્રીનું હોય છે. સંગઠન મહામંત્રી તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારકને બનાવામાં આવે છે. છેલ્લા એક દાયકાથી વધુ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઈ દલણીયા કામ કરી રહ્યા છે. સુરેશ ગાંધી પછી ભીખુ ભાઈ દલસાણીયા સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા.પરંતુ હવે બિહાર ભાજપના સહસંગઠન મહામંત્રી રત્નાકરને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

રિપોર્ટ@ગુજરાત: પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે ઉત્તરપ્રદેશના રત્નાકરની નિમણૂંક
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

નવનિયુક્ત સહસંગઠન મહામંત્રી રત્નાકરની વાત કરવામાં આવે તો, મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લામાં જન્મેલ, રત્નાકર સંઘના જિલ્લા અને વિભાગના પ્રચારક રહ્યા છે. તેમને બિહારમાં સહ-સંગઠન મહામંત્રીનો હવાલો આપવામાં આવ્યો હતો. રત્નાકર અત્યાર સુધી યુપીમાં કાશી અને ગોરખપુર પ્રદેશના પ્રાદેશિક સંગઠન મંત્રીના પદ પર હતા. આ પહેલા તેઓ વિદ્યાર્થી પરિષદ સાથે પણ જોડાયેલા હતા. બિહારના સંગઠન મહામંત્રી નાગેન્દ્રનાથ સાથે પણ તેમના સારા સંબંધો છે. આ જ કારણ છે કે તેમને મુઝફ્ફરપુરની જવાબદારી મળી હતી.2018 માં ગોરખપુર લોકસભા પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ પાર્ટીએ સંગઠન સ્તરમાં ફેરફાર કર્યો અને તેમને કાશી અને ગોરખપુરની જવાબદારી સોંપવામાં આવી હતી. 2019 ની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સંગઠન પર રત્નાકરનો પ્રભાવ વધ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિપોર્ટ@ગુજરાત: પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી તરીકે ઉત્તરપ્રદેશના રત્નાકરની નિમણૂંક

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના ગઢની મહત્વની જવાબદારી રત્નાકરજીને સોંપવામા આવી છે.પરંતુ શું રત્નાકરજી પણ ભીખુભાઈ દલસાણીની જેમ ગુજરાતમાં સેટ થઈ શકશે? ભીખુ ભાઈ દલસાણીયા સંઘના પ્રચાર અને ભાજપના સંગઠન મહામંત્રી ઉપરાંત સૌરાષ્ટ્ના કડવા પાટીદાર સમાજમાંથી આવતા હોવાથી સંગઠનને તો ઘણો ફાયદો થયો હતો.ત્યારે વર્ષે 2022ની વિધાસભા ચૂંટણીએ રત્નાકરજી માટે મહત્વની સાબિત થશે.કારણ કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલે 182 સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. તો બીજી તરફ ભાજપના વિજય રથને રોકવા આ વખતે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે.