file photo
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીનો ગઈ કાલે અક્ષરવાસ થયો હતો. તેમનો પાર્થિવ દેહ હરિધામ સોખડા ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે અનેક મહાનુભાવો આવશે. આજે સાંજે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા દર્શન કરવા આવશે. આવતી કાલે ગુરુવારે મંત્રી સૌરભ પટેલ દર્શન કરવા આવશે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

ગુરુવારે આવતી કાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અથવા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવશે. શુક્રવારે મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા દર્શન કરવા આવશે. 31 જુલાઈએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને 1 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવશે. પીએમઓ સાથે પણ કોઠારી સ્વામીનો સતત સંપર્ક થઈ રહ્યો છે. દેશના ગૃહમંત્રી અમિત શાહ અથવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ દર્શન કરવા આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પહેલી ઓગસ્ટના રોજ બપોરે બે કલાકે મંદિર પરિસરના પ્રાંગણમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. આવતીકાલ થી શ્રદ્ધાળુઓ માટે હરિ પ્રસાદ સ્વામી નો પાર્થિવ દેહ પાલખીમાં મુકવામાં આવશે. આજથી શ્રદ્ધાળુઓ માટે હરિ પ્રસાદ સ્વામીનો પાર્થિવ દેહ પાલખીમાં મુકાયો છે. શનિવાર અથવા રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સ્વામીના અંતિમ દર્શન માટે આવી શકે છે. સંત હરિપ્રસાદ સ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે અને 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાતે 11 વાગ્યે અક્ષરનિવાસી થયા છે. 88 વર્ષની ઉંમરે હરિપ્રસાદ સ્વામીજીની ઘણા સમયથી નાદુરસ્ત તબિયતને લીધે તેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવતુ હતુ. ત્યારે સોમવારે સાંજે સ્વામીજીને વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે તેમની તબિયત લથડા તબીબોએ સારવાર શરૂ કરી હતી. જો કે મોડી રાત્રે 11 વાગ્યે સ્વામીજીએ નશ્વર દેહ છોડ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code