આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

લૉકડાઉનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે પરંતુ રાજ્યમાં કોરોનાનો કહેર અટકી નથી રહ્યો. કોરોનાના કુલ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 18મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા સુધી કોરોનાને કુલ 176 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા પર પહોંચી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આ માહિતી આપવામાં આવી છે. જેમાંથી અમદાવાદ શહેરમાં જ 143 કેસ મળી આવતા હાહાકાર મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત વડોદરામાં 13, સુરતમાં 13, રાજકોટમાં 2, ભાવનગરમાં 2 અને આણંદમાં 1, ભરૂચમાં 1 અને પંચમહાલમાં 1 કેસ મળી આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકારોને જણાવ્યું કે રાજ્યમાં કુલ નવા કેસમાંથી અમદાવાદમાં જે કેસ આવ્યા છે તે એગ્રેસિવ ટેસ્ટિંગના કારણે આવ્યા છે. તમામ કેસ હોટસ્પોટ વિસ્તારના છે. રાજ્યમાં 18મી એપ્રિલ સુધી સવારે 10.00 વાગ્યા સુધીની સ્થિતિમાં 1272 એક્ટિવ કેસ છે.

પ્લાઝમા ટેકનિક માટે મંજૂરી મળી ડૉ.જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં આપણે પ્લાઝમા ટેકનિકના ઉપયોગથી કોરોના વાયરસના દર્દીઓને ક્યોર કરવાની પરવાનગી મળી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોડી રાત સુધી સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન સાથે વાતચીત કરી અને આપણેને રાત્રે ક્લિયરન્સ મળ્યું છે એટલે રાજ્યમાં સિવિલ હૉસ્પિટલ અમદાવાદના વૈજ્ઞાનિકો તેનો પ્રયોગ શરૂ કરી શકશે.

અમદાવાદમાં તમામ રેકોર્ડ તૂટ્યા, એક જ દિવસમાં 143 કેસરાજ્યમાં અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસના તમામ રેકોર્ડ તૂટ્યા છે. કોરોના વાયરસના 17મી એપ્રિલે રાત્રે 8.00 વાગ્યા પછી 143 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદ શહેરના તમામ હોટસ્પોટ વિસ્તારમાં કોરોના વાયરસના કેસ મળી રહ્યા છે ત્યારે તંત્રની ચિંતામાં વધારો થયો છે. જોકે, અમદાવાદમાં વધુ સઘન ચેકિંગ કરવામાં આવશે તેવી તંત્રની તૈયારી છે. ગઈકાલે સાંજથી આજે સવારે 10.45 વાગ્યા સુધી રાજ્યમાં 7 મોત થયા છે. જેમાં 4 મોત અમદાવાદમાં, 1 સુરતમાં 1 અરવલ્લીમાં અને એક વડોદરામાં મોત થયું છે. આમ રાજ્યમાં કુલ 1272 કેસ નોંધાયા છે અને અત્યારસુધીમાં 48 મોત થયા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code