રીપોર્ટ@ગુજરાત: અમદાવાદમાંથી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 3 આંતકવાદીઓને ATSએ દબોચ્યા

 
ATS
તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. અમદાવાદમાંથી 3 આંતકવાદીઓને ગુજરાત ATSએ દબોચ્યા છે. ગાંધીનગરના અડાલજ વિસ્તારમાંથી ત્રણ આતંકી ઝડપાયા છે. આ ત્રણેય આંતકીઓ શંકાસ્પદ પ્રવૃતિ કરી રહ્યા હતા. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મૂળ હૈદરાબાદના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ATSની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેઓ રાજ્યમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.આ બાતમીના આધારે ATSની ટીમે શંકાસ્પદ વ્યક્તિઓ પર સઘન વોચ ગોઠવી હતી, જેના પરિણામે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.આ ત્રણેય શખ્સો કઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે સંગઠન સાથે સંકળાયેલા હતા. શું તે કોઈ આતંકી હુમલા અથવા અન્ય કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ. નવા મોડ્યુલના અન્ય સભ્યો કોણ છે અને તેમનો પ્લાન શું હતો. હાલમાં ATSની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં મોટા ખુલાસા થઈ શકે છે.