રીપોર્ટ@ગુજરાત: વાહનો પર અટક કે જાતિ લખવા પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય

 
Nirnay
નિયમનો ભંગ કરનાર પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર જાતિ કે જ્ઞાતિ દર્શાવતા શબ્દો લખી શકાશે નહીં. રાજ્ય સરકારે ગુજરાત મોટર વાહન નિયમોમાં નવી જોગવાઈ ઉમેરીને વાહનો પર જાતિસૂચક શબ્દો, સંકેતો, ચિહ્નો અને લખાણના પ્રદર્શન પર નિયંત્રણ મૂક્યું છે. આ નિયમનો હેતુ વાહનોના માધ્યમથી જાતિ આધારિત ઓળખનું પ્રદર્શન અટકાવવાનો છે.

અત્યાર સુધી અનેક વાહનો પર પોતાની જ્ઞાતિ કે જાતિ દર્શાવતા શબ્દો લખવાની પ્રથા જોવા મળતી હતી.હવે મોટર વાહન નિયમોમાં નવી જોગવાઈ ઉમેરાતાં આવી પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાનો માર્ગ ખુલ્યો છે. વાહનો પર જાતિસૂચક શબ્દો, સંકેતો કે ચિહ્નોનું પ્રદર્શન કરતા લોકો સામે નિયમ મુજબ કાર્યવાહી થઈ શકે છે. રાજ્યમાં આ નવી જોગવાઈનો અમલ થતાં વાહનચાલકોએ પોતાના વાહનો પર લખેલા જાતિ કે જ્ઞાતિ દર્શાવતા લખાણ દૂર કરવા પડશે. આ નિયમથી રસ્તાઓ પર જાતિ આધારિત ઓળખના જાહેર પ્રદર્શન પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.