રીપોર્ટ@ગુજરાત: ભાજપના નવા પ્રમુખ અંગે મોટા સમાચાર, આ તારીખ પછી ભાજપને નવા પ્રમુખ મળી શકે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ઘણા સમયથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામને લઇને ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે અને હવે આ સસ્પેન્સ વધુ એક મહિનો આગળ વધી ગયું છે. ગુજરાત ભાજપના પ્રમુખ કોણ બનશે તે વિશે આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે અને તરેહ તરેહની અટકળો પણ થઇ રહી છે ત્યારે આ મામલે આજે મહત્વના સમાચાર આવ્યા છે.
ગુજરાત ભાજપના પ્રમુખની હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પછી જાહેરાત થઈ શકે છે એટલે કે9 સપ્ટેમ્બર પછી ગુજરાત ભાજપને નવા પ્રમુખ મળી શકે છે. મળેલી માહિતી મુજબ નવા પ્રદેશ અધ્યક્ષ ત્યાર બાદ બાદ માળખાની જાહેરાત કરશે. હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પછી જાહેરાત કરવામાં આવશે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને અન્ય રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પછી જ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે. ભાજપ હાઇકમાન્ડ હાલ ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી પર ફોકસ રાખી રહ્યું છે અને તેના કારણે વિવિધ રાજ્યોના પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા શરુ કરવામાં આવી શકે છે અને ત્યારબાદ રાષ્ટ્રીય પ્રમુખની પ્રક્રિયા પણ શરુ થઇ શકે છે.