રીપોર્ટ@ગુજરાત: ચૈતર વસાવાને હાઇકોર્ટ તરફથી મોટી રાહત, 7 દિવસના જામીન મંજૂર

 
ચૈતર વસવા

આ બે શરતો લાગુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેને ગ્રાહ્ય રાખીને અદાલતે તેમના 7 દિવસના ટૂંકા ગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે. આ વિશેષ મંજૂરી મળવાને કારણે હવે તેઓ આગામી વિધાનસભા સત્રની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લઈ શકશે.

આ જામીન મંજૂર કરતી વખતે કોર્ટ દ્વારા કેટલાક કડક પ્રતિબંધો અને શરતો પણ મૂકવામાં આવી છે. કોર્ટના આદેશ અનુસાર, જામીન દરમિયાન ચૈતર વસાવા ગાંધીનગરની હદ છોડીને બહાર જઈ શકશે નહીં. આ ઉપરાંત, સત્ર દરમિયાન તેઓ મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારની વાતચીત કે નિવેદનબાજી કરી શકશે નહીં તેવી સ્પષ્ટ શરત પણ રાખવામાં આવી છે. વિધાનસભાના આ મહત્વપૂર્ણ સત્રમાં જનહિતના પ્રશ્નો રજૂ કરવા માટે તેમને આ રાહત આપવામાં આવી છે.