રિપોર્ટ@ગુજરાત: પોરબંદરમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, પાકિસ્તાનની ISIના ઇશારે ભારતમાં મોકલવામાં આવ્યુ

 
ડ્રગ્સ

હાજી સલીમ ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમની ખૂબ નજીક હોવાનું કહેવાય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પોરબંદરમાં ઝડપાયેલા 2 હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ, આ ડ્રગ્સ પાકિસ્તાનની ISIના ઇશારે ભારતમાં ગુજરાતમાં મોકલવામાં આવ્યુ હતુ. તપાસ અધિકારીઓએ આ શંકા વ્યક્ત કરી છે. આ કન્સાઈનમેન્ટ પાછળ પાકિસ્તાનમાં હાજર આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા હાજી સલીમનો હાથ હોઈ શકે છે.મળતી માહિતી મુજબ હાજી સલીમ દાઉદ ઈબ્રાહિમ અને ISI માટે કામ કરે છે. આ પહેલા પણ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં હાજી સલીમનું નામ સામે આવ્યું છે.

હાજી સલીમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હેરોઈન અને અન્ય ડ્રગ્સના કાળા વેપાર સાથે જોડાયેલો છે. હાજી સલીમ ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમની ખૂબ નજીક હોવાનું કહેવાય છે અને તે પાકિસ્તાનમાંથી દાઉદ ઈબ્રાહિમના ઈન્ટરનેશનલ ડ્રગ્સનો કારોબાર કરે છે. હાજી સલીમ એનસીબી અને ઘણા દેશોની તપાસ એજન્સીઓના રડાર પર છે. તેનું હજારો કરોડનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે.હાજી સલીમ દાઉદ ઈબ્રાહિમ અને ISI માટે કામ કરે છે.

આ પહેલા પણ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં હાજી સલીમનું નામ સામે આવ્યું છે. હાજી સલીમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હેરોઈન અને અન્ય ડ્રગ્સના કાળા વેપાર સાથે જોડાયેલો છે. હાજી સલીમ ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમની ખૂબ નજીક હોવાનું કહેવાય છે અને તે પાકિસ્તાનમાંથી દાઉદ ઈબ્રાહિમના ઈન્ટરનેશનલ ડ્રગ્સનો કારોબાર કરે છે. હાજી સલીમ એનસીબી અને ઘણા દેશોની તપાસ એજન્સીઓના રડાર પર છે. તેનું હજારો કરોડનું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે.