રિપોર્ટ@ગુજરાત: ભાજપ દ્વારા 4 રાજ્યસભા બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર, 18 જૂને ચૂંટણી યોજાશે

 
ભાજપ
ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત મનાય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતની ખાલી પડેલી 4 રાજ્યસભા બેઠકો પર આગામી 18 જૂને મતદાન થવાનું છે. જેના નૉમિનેશન માટે આખરી તારીખ 8 જૂન છે, ત્યારે આજે ભાજપ દ્વારા પોતાના ચારેય ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાતકરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતની 4 રાજ્યસભા બેઠક માટે જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, તેના પર નજર કરીએ તો, રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારીયાનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 181 વિધાનસભા બેઠકો છે, જે પૈકી ભાજપના 161 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે 12 અને આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે. તેમજ એક AAP ધારાસભ્ય સસ્પેન્ડ છે અને બે અપક્ષ ધારાસભ્યો છે.રાજ્યસભાની બેઠક જીતવા માટે જરૂરી મતની સંખ્યા લગભગ 37ની આસપાસ છે. એવામાં ભાજપ પાસે બહુમતના જાદુઈ આંકડા કરતાં વધુ સંખ્યાબળ હોવાથી તમામ ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત મનાય છે.