રિપોર્ટ@ગુજરાત: ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, 'મનરેગામાં નેતાઓ-અધિકારીઓની મિલીભગત છે'

 
મનસુખ વસવા
કેટલાક જિલ્લામાં ટેન્ડરના નિયમોમાં ફેરફાર-ચેડા કરીને કામ થાય છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં મનરેગા યોજનામાં નેતાઓ અને અધિકારીઓની મિલીભગત થાય છે, તેવું  ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે. જેથી મનરેગા 2024-25 ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવા તેઓએ સીએમ ભૂપેન્દ્રને પત્ર લખ્યો છે. જેમાં તેમણે નોંધ્યું હતું કે, મનરેગા યોજનામાં નેતાઓ અને અધિકારીઓ પોતાની માનિતી એજન્સીઓને કામ આપે છે. જેમાં બજાર કરતા ઓછા ભાવનું ટેન્ડર ભરીને એજન્સીઓ ગુણવત્તા વગરનું કામ કરે છે. તેથી સરકારનું જ ખરાબ દેખાઈ છે.

ટેન્ડરમાં થતાં ફેરફાર અને ચેડા મામલે તેમણે કહ્યું કે, મનરેગા યોજનાનું તમામ જિલ્લામાં ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ કેટલાક જિલ્લામાં ટેન્ડરના નિયમોમાં ફેરફાર-ચેડા કરીને કામ થાય છે. જેમાં અનુભવી એજન્સીને બદલે નેતાઓ અને તેમના નજીકનાઓને ટેન્ડર મંજૂર થાય તે મુજબ અધિકારીઓ કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આમ મનરેગાના કામની ગુણવત્તાને વધારવા માટે ત્રણ વર્ષનો મનરેગાનો અનુભવ ધરાવતા હોય તેને કામ આપવું જોઈએ. પરંતુ કેટલીક એજન્સીઓએ 40-45 ટકા નીચા ભાવ ભર્યા છે. જેથી મનરેગા યોજનામાં પારદર્શક્તા વાળુ કામ થવું જોઈએ.