રીપોર્ટ@ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામોની પ્રથમ યાદી જાહેર કરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા નગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. પસંદગી પામેલા ઉમેદવારોને ફોન દ્વારા જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી છે. વોર્ડ નંબર 2 માંથી ચેતન ચૌહાણ, જીતુ સવલાણી અને અલકાબેન પટેલને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નંબર 3 માંથી વર્ષાબેન ઠાકર, ધર્મેશ પટેલ, શ્રુષ્ટિ બારીયા અને લાલાભાઈ ભીલને પાર્ટી તરફથી ટિકિટ આપવામાં આવી છે.
વોર્ડ નંબર 4 માંથી દિપેશ ઠાકોરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. વોર્ડ નંબર 5 માટે પારુલ દરજી, મયુર ચોકસી અને હેમલ પટેલની પસંદગી કરવામાં આવી છે. વોર્ડ નંબર 10 માં મિત્તલબેન સોલંકી, ગૌરીબેન જોશી અને આનંદ ઘડિયાલીને ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ નંબર 11 માં કેતન પરીખ અને રમેશ તલાટીને ટિકિટ અપાઈ છે. આ ઉમેદવારોની જાહેરાત બાદ ગોધરા નગરપાલિકાની ચૂંટણી વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અરવલ્લીમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોરની ટિકિટ કપાઈ. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાના બેન નીલાબેન મડિયાને રિપિટ કરાયા.
સુરેન્દ્રનગર મહા નગરપાલીકાની ટીકીટો જાહેર થઈ જેમાં કેટલાક મોટા માથા કપાયા. વોર્ડ નંબર 12 માથી બહાદુરસિહ સોલંકી કપાયા તેમના ભાઇ વનરાજસિંહ સોલંકી ને ટીકીટ. ભાવેશ પ્રજાપતી, શીખાબેન શુક્લ, સ્મીતા રાવલ ને કરાયા રીપીટ. જામાભાઇ ભરવાડને ફરી ભાજપ એ આપી ટીકીટ. ટીકીટો જાહેર થતા અનેક ચાલુ સદસ્ય ની ટીકીટ કપાતા કહી ખુશી કહી ગમ જેવી પરિસ્થિતિ. વઢવાણ વોર્ડ નંબર 12 મુસ્લિમોના 6 હજાર કરતા વધુ મતો પરંતુ કોઇ મુસ્લિમ ને ટીકીટ નહિ આપતા રોષ.

