બ્રેકિંગ@ગુજરાત: પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત, તમામ ઉમેદવારો વિજેતા

 
ભાજપ
વિરોધ પક્ષોને મોટો ઝટકો લાગ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પોરબંદરમાં મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને 13 વોર્ડની કુલ 52 બેઠકો પર ભાજપની તમામ પેનલ વિજેતા બની છે. એકતરફી પરિણામોમાં ભાજપના ઉમેદવારોને વ્યાપક જનસમર્થન મળતા વિરોધ પક્ષોને મોટો ઝટકો લાગ્યો છે.મતગણતરી દરમિયાન શરૂઆતથી જ ભાજપ આગળ રહ્યો હતો અને દરેક વોર્ડમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી હતી. તમામ બેઠકો પર જીત સાથે ભાજપે મહાનગરપાલિકામાં સંપૂર્ણ પ્રભુત્વ સ્થાપિત કર્યું છે, જે સ્થાનિક રાજકારણમાં પાર્ટીની મજબૂત સ્થિતિ દર્શાવે છે.

પોરબંદર મહાનગરપાલિકામાં કુલ 13 વોર્ડમાં મળી 52 બેઠકો માટે ચૂંટણી યોજાઈ છે. સત્તા પર કબજો મેળવવા માટે કોઈપણ પક્ષને ઓછામાં ઓછી 27 બેઠકો જીતવી જરૂરી છે. આ આંકડો પાર કરનાર પક્ષ મનપામાં સ્પષ્ટ બહુમતી સાથે શાસન સ્થાપિત કરશે, જ્યારે તેના નીચે રહેતા પક્ષોને વિરોધપક્ષમાં બેસવું પડશે. હાલ ચાલી રહેલા પરિણામોમાં કયા પક્ષે આ જાદૂઈ આંકડો પાર કર્યો છે તે પર સૌની નજર ટકી છે.આ ભવ્ય જીત બાદ ભાજપ કાર્યકરોમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.