રીપોર્ટ@ગુજરાત: રાજ્યની ચાર કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા ફફડાટ

 
હડકંપ
વલસાડ અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે મંગળવારે વડોદરા, અમદાવાદ, ગાંધીનગર અને વલસાડ કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા ફફડાટ વ્યાપી ગયો છે. કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગેની જાણ થતાં ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે.વિવિધ સુરક્ષા એજન્સીઓએ મોરચો સંભાળ્યો છે. કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો સહિત જુદા-જુદા સ્થળે તપાસ શરૂ કરાઈ છે.

અમદાવાદ જૂની હાઈકોર્ટને ધમકી મળી છે. સવારે 04.07 મિનિટે મેઇલ મળ્યો હતો. 19 આર ડી એક્સ IED જેવા બ્લાસ્ટ કરીશું, બ્લાસ્ટ લંચ બ્રેક સમય દરમિયાન કરીશું, તેવી ધમકી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે હાલ તપાસ શરૂ કરાઈ છે.ઉપરાંત વલસાડ અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. કોર્ટને ઇમેલ દ્વારા ધમકી અપાઈ છે. ધમકીથી પોલીસનો કાફલો કોર્ટ પર પહોંચ્યો છે. સલામતીના ભાગરૂપે કોર્ટ પરિસર ખાલી કરાયું છે. ડોગ સ્ક્વૉડ, બૉમ્બ સ્કવૉડની ટીમ ઘટનાસ્થળે પહોચી છે. અમદાવાદ અને વડોદરાની અનેક શાળાઓને મળેલી ધમકી બાદ આજે ફરી એક વખત ધમકીભર્યો મેઇલ મળતાં પોલીસ દોડતી થઇ છે. પોલીસ, ફાયર અને ડોગ સ્કવોડની ટીમો ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી રહી છે. ગઇકાલે અમદાવાદની 23 અને વડોદારની 19 જેટલી સ્કૂલોને ધમકીભર્યા મેઇલ મળ્યા હતા.