રિપોર્ટ@ગુજરાત: ઉપલેટાના ચિત્રાવડ અને ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો, 20 ગામો બન્યા સંપર્ક વિહોણા

 
વરસાદ
મોજનદીમાં પૂર આવતા આ પુલ તૂટ્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે નદી-નાળા છલકાયા છે. આ દરમિયાન ઉપલેટાના ચિત્રાવડ અને ખીરસરા વચ્ચેનો પુલ તૂટ્યો છે. ભારે વરસાદને કારણે મોજનદીમાં પૂર આવતા આ પુલ તૂટ્યો હતો.

આ પૂલ તૂટતા ચિત્રાવડથી 15થી 20 ગામોના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.જામકંઠોરણા તાલુકાના ચિત્રાવડ પાટી, બરડીયા, ગુંનાદાસરી, જામદાદર, મોજ ખીજડિયા, જામથોરાડા, ચરેલ, સાતોદળ, રાજપરા, કાનાવદાળા, બાલાપર, ખજુરડા અને ઉપલેટા તાલુકાના ખીરસરા, અરણી, વડાળી, પડવાલા,ભાયાવદર, ખાખીજાળીયા, ખારચીયા, મોટીપાનેલી, ગીંગણી, સિદસર, જામજોધપુર ગામોથી સીધુ રાજકોટ જવા માટે તો આ મુખ્ય માર્ગ છે.