રિપોર્ટ@ગુજરાત: જુલાઇમાં રાજ્યની આ બે બેઠકો પર યોજાઇ શકે છે પેટાચૂંટણી, જાણો વિગતે

 
ચૂંટણી

વિધાનસભામાં ખાલી પડેલી બંને બેઠકો માટે પેટાચૂંટણીના સંકેત મળી રહ્યા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઇ હતી. આ પહેલા ગુજરાતમાં પેટાચૂંટણી થઇ હતી. હવે આ વધુ એક પેટાચૂંટણીના સંકેત મળી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણીને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી, હવે બન્ને બેઠકો પર ચૂંટણી માટે માર્ગ મોકળો થયો છે. આગામી જુલાઇના અંત સુધીમાં આ બન્ને બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ શકે છે. વિસાવદરના હર્ષદ રિબડીયાએ 2022ના પરિણામોને લઇને ઈલેકશન પીટિશન કરી હતી જેને પાછી ખેંચી લીધી છે.

AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીતને પડકારતી આ પીટિશન પાછી ખેંચાઇ છે. હવે કાનૂની ગૂંચ ઉકેલાતા વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઇ શકે છે. કરશનભાઈ સોલંકીનું નિધન થવાથી આ કડી બેઠક ખાલી પડી હતી, હવે તેના માટે પેટાચૂંટણી યોજાઇ શકે છે. ગુજરાતમાં 182 બેઠકવાળી પણ ખંડિત થતી રહેલી વિધાનસભામાં ખાલી પડેલી બંને બેઠકો માટે પેટાચૂંટણીના સંકેત મળી રહ્યા છે. 2022માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી જીતનારા ભૂપત ભાયાણીએ જે વિસાવદર બેઠકથી રાજીનામું આપ્યું હતુ, હવે તે બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ હવે મોકળો થતો દેખાઈ રહ્યો છે.

ભાજપની ટિકિટ પર વિસાવદરથી ચૂંટણી હારેલા હર્ષદ રિબડીયાએ ભૂપત ભાયાણીની જીતને પડકારતી કરેલી પીટિશન હાઈકોર્ટમાંથી પરત ખેંચવા અરજી કરી છે. હર્ષદ રિબડીયાની અરજીને હાઈકોર્ટ માન્ય રાખે તો કાનૂની ગૂંચ ઉકેલાઇ જશે અને વિસાવદરની બેઠક પર પેટાચૂંટણી યોજાશે. સાથે જ એસસી રિઝર્વ સીટ એવી કડીની બેઠક ધારાસભ્ય કરશન સોલંકીના નિધન બાદ ખાલી પડી છે. ત્યારે વિસાવદર અને કડી બંનેની પેટાચૂંટણી જુલાઈના અંત સુધીમાં યોજાવાની શક્યતા છે.