રિપોર્ટ@ગુજરાત: BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પૂછપરછ દરમિયાન કર્યા મોટા ખુલાસા, જાણો વિગતે

 
કૌભાંડ

પોલીસથી બચવા માટે તે થોડા-થોડા સમયે સીમ કાર્ડ બદલી નાખતો

​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને આજે સાંજે કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવશે. CID ક્રાઈમ 14 દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે. પોલીસ તપાસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં નાસતો ફરતો હોવાનું સામે આવ્યું છે. ગુનો નોંધાયા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા મધ્યપ્રદેશમાં ભાગી ગયો હતો. ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠાની હોટલો અને ફાર્મ હાઉસમાં રોકાતો હોવાનુ સામે આવ્યુ છે તેમજ ભૂપેન્દ્રસિંહ ઝાલા થોડા-થોડા સમયે સીમ કાર્ડ બદલી નાખતો હોવાની પણ હકીકત સામે આવી છે. પોતાના મળતિયા અને વકીલ સાથે સતત સંપર્કમાં હતો.

છેલ્લા 15 દિવસથી મહેસાણાના ફાર્મ હાઉસ પર તે રોકાયો હતો જ્યાંથી પોલીસે તેને દબોચી લીધો છે. આટલું જ નહીં વર્ષ 2024 લોકસભા ચૂંટણી લડવા ખોટું એફિડેવિટ રજૂ કર્યું. પોતાના પર કોઈ પોલીસ ફરિયાદ નહીં હોવાનું ખોટું એફિડેવિટ કર્યું હતુ. ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. છેલ્લા 1 મહિનાથી ભુપેન્દ્રસિંહ ફરાર હતો. CID ક્રાઇમે તેને મહેસાણાના ફાર્મહાઉસ પરથી દબોચી લીધો છે. પોલીસે આખી રાત તેની પૂછપરછ કરી હતી. જેમાં તેણે મોટા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું કે, ગુનો નોંધાયા બાદ તે મધ્યપ્રદેશમાં ભાગી ગયો હતો. જ્યાં થોડા દિવસ રોકાયા બાદ રાજસ્થાન જતો રહ્યો. રાજસ્થાન રોકાયા બાદ ગુજરાતમાં પરત આવ્યો.

ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠાની હોટલો અને ફાર્મ હાઉસમાં રોકાતો. આટલું જ નહીં પોલીસથી બચવા માટે તે થોડા-થોડા સમયે સીમ કાર્ડ બદલી નાખતો હતો. વોટ્સઅપ ના માધ્યમથી તે પરિવાર અને અન્ય લોકોના સંપર્કમાં રહેતો હતો. જેના ફાર્મમાંથી ધરપકડ કરવામાં આવી તે કિરણસિંહ ચૌહાણ સાથે ભુપેન્દ્રસિંહ વર્ષ 2018થી સંપર્કમાં હતા. છેલ્લા 15 દિવસથી મહેસાણાના ફાર્મ હાઉસ પર રોકાયો હતો. પૂછપરછમાં ભુપેન્દ્ર ઝાલા મોટાભાગની વાતોને પોલીસ સમક્ષ નકારી રહ્યો હતો. રેડ સમયે તે મધ્યપ્રદેશ દર્શન કરવા ગયો હતો. તે દરમિયાન ભુપેન્દ્ર ઝાલાએ ઓફિસ પર ફોન કરતા કોઈએ જવાબ આપ્યો હતો નહીં બાદમાં ભુપેન્દ્ર ઝાલાએ કોઈ વ્યક્તિને ઓફિસ મોકલતા ખ્યાલ આવ્યો કે પોલીસની રેડ પડી છે.

ભુપેન્દ્ર ઝાલાને ખ્યાલ આવતા તે મધ્યપ્રદેશથી રાજસ્થાન નાસી ગયો હતો. પૂછપરછહવે પોલીસ ભુપેન્દ્ર ઝાલાના સંપર્કમાં રહેલા લોકોની પૂછપરછ કરશે. સીઆઈડી ક્રાઈમની અલગ-અલગ ટીમો પૂછપરછ કરશે. ભુપેન્દ્ર ઝાલાના સંપર્કમાં રહેલા લોકોને શોધવા સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી. જ્યારે આરોપીને મોડી રાત્રે પોલીસે મેડિકલ ટેસ્ટ લઈ જવાયો હતો.