રિપોર્ટ@ગુજરાત: આજે CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, વરસાદની સ્થિતિ પર થશે ચર્ચા
મંકીપોક્સ વાયરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધો છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ પર ચર્ચા થશે. તો સાથે જ સૌરાષ્ટ્રમાં પાક નુકસાની સંદર્ભે ચાલી રહેલા સર્વે પર સમીક્ષા કરવામાં આવશે, વિધાનસભા બાકીના બે દિવસના સત્ર અને તેમાં રજૂ થનારા બિલ બાબતે ચર્ચા થશે.
ઉપરાંત મંકી પોક્સ વાયરસની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ રાજ્ય સરકારની તૈયારીઓ અંગે પણ સમીક્ષા થશે. આજે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે થયેલા નુકસાન પર ચર્ચા કરવામાં આવશે. ભારે વરસાદના કારણે થયેલા નુકસાન સંદર્ભે ચાલી રહેલા સર્વેની વિગતો સાથે વરસાદથી થયેલા નુકસાન માટે સહાય માટેની ચર્ચા થવાની પણ સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંકીપોક્સ વાયરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધો છે, તો આને લઈને લઈ ભારત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. જેને લઈ કેન્દ્ર સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમજ તમામ રાજ્યોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. જેને લઈ ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીનાં પગલા લેવામાં આવ્યા છે. એક દિવસ અગાઉ મંકી પોક્સ વાયરસ મામલે સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતું. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે મંકી પોક્સ વાયરસ અંગે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. તેમજ એરપોર્ટ પર સર્વેલન્સ સહિતનાં પગલાંઓ લેવામાં આવ્યા છે.