રિપોર્ટ@ગુજરાત: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે, જાણો કયા મુદ્દા પર થશે ચર્ચા

 
મુખ્યમંત્રી

ભાજપ પ્રદેશની બે દિવસની કારોબારી બેઠક બોટાદમાં મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે. આ વરસાદની સ્થિતિ અંગે ચર્ચા થશે. તથા વધુ વરસાદવાળા વિસ્તારોમાં સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે.તેમજ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ તપાસ મુદ્દે સમીક્ષા કરાશે તથા બજેટની યોજનાઓના અમલીકરણ મુદ્દે સમીક્ષા કરાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. તેમાં સવારે દસ કલાકે કેબિનેટ બેઠક મળશે. જેમાં રાજ્યમાં પડેલા ભારે વરસાદ આગામી હવામાન વિભાગની આગાહી પર સમીક્ષા થશે.

તેમજ રાજ્યમાં ખરીફ વાવેતર સંદર્ભે કેબિનેટમાં ચર્ચા થશે. તેમજ પ્રવેશોત્સવ બાદ અધિકારીઓ પદાધિકારીઓના મુલ્યાંકન પર ચર્ચા થશે. શિક્ષણ વિભાગમાં નવી ભરતી, બદલીના નિયમો સહીતના મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ અગ્નિકાંડના ત્રણ આઈએએસના રીપોર્ટ પર ચર્ચા થશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે.

તેમજ ભાજપ પ્રદેશની બે દિવસની કારોબારી બેઠક બોટાદમાં મળશે. તે અગાઉ જ સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે, સી.આર.પાટીલની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે તેમજ તેઓ હવે કેન્દ્રમાં કેબિનેટ મંત્રી પણ બની ગયા છે. જેથી તેમની જગ્યાએ કોઈ નવા નેતાને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી અપાશે. ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે કયા નેતાને નિયુક્તિ કરવામાં આવશે એ અંગે સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.