રીપોર્ટ@ગુજરાત: સરદાર પટેલની 151મી જન્મજયંતીની ઉજવણી, PM મોદીએ અર્પી પુષ્પાંજલિ

 
મોદી

400 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પીએમ મોદી આજે સરદાર વલ્લભભાઈ પટેલની 151 મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીમાં સહભાગી થયા છે. સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, તેઓ રુ. 400 કરોડથી વધુના વિવિધ પ્રવાસન, પર્યાવરણ અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરશે.આ સિવાય તેઓ રેન ફોરેસ્ટ અને વામન વૃક્ષ વાટિકાની મુલાકાત લેશે અને સાંજે ઐતિહાસિક રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપશે.પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને સરદાર પટેલની પ્રતિમાને અર્પી પુષ્પાંજલિ.સરદાર પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડોદરાના ડભોઈ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ કોલેજ ગ્રાઉન્ડથી વડોદરી ભાગોળ સુધી યોજાયેલી 'રન ફોર યુનિટી'માં 5 હજારથી વધુ લોકો જોડાયા હતા.

ગુજરાતના ડેપ્યુટી સી એમ હર્ષભાઈ સંઘવીએ યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરાવીને પ્રારંભ કરાવ્યો હતો અને જાતે પણ યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જે લોકો આજે આખી દુનિયા પર રાજ કરે છે, તેઓ પણ સરદાર સાહેબને નમન કરવા આવે છે. યુનિટી માર્ચ પૂર્ણ કર્યા બાદ હર્ષભાઈ સંઘવી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થયા હતા.રાષ્ટ્રીય એકતા દિવસ 2026 અને સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે વડોદરામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરાના નવલખી મેદાન ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં આ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સરદાર પટેલના અખંડ ભારતના સંકલ્પને યાદ કરી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.

આજે પીએમ મોદી એકતા નગરમાં રૂ.400 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સરદાર વલ્લભભાઈ પટેલની 151 મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણીમાં સહભાગી થશે. આ ગૌરવપૂર્ણ અવસરે તેઓ સ્ટેચ્યુ ઑફ યુનિટી પર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે અને સાંજે યોજાનારી ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે.