રીપોર્ટ@ગુજરાત: રાજ્યમાં હાલ વસ્તી ગણતરી મોકૂફ, કયા કારણે લેવાયો નિર્ણય? જાણો
નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે વસ્તી ગણતરીના આ કાર્યક્રમને હાલ માટે મોકૂફ રાખી દીધો છે.હાલ વસતી ગણતરી પાછી ઠેલાવાતા હવે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વસતી ગણતરીની કામગીરીને પંચાયત તેમજ મહાનગરપાલિકા મતદાન સાથે હોવાથી જનગણના વિભાગે સરકારને આ કામગીરી સ્થગિત કરવાની સૂચના આપી હતી.
સરકાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે અને હાલના સમયમાં ગુજરાતમાં વસતી ગણતરીની કોઈ કાર્યવાહી શરૂ થશે નહીં. દેશભરમાં વસતી ગણતરીનો પહેલો તબક્કો પહેલી એપ્રિલ 2026થી શરૂ થઈ ચૂક્યો છે અને તે 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલુ રહેશે. પ્રથમ તબક્કામાં 'હાઉસ લિસ્ટિંગ', એટલે કે મકાન અને ઘરાનાં માળખાની વિગતો એકત્રિત કરવામાં આવશે. બીજા તબક્કો ફેબ્રુઆરી 2027માં યોજાનાર છે, જેમાં લોકોની જાતિ સહિત વ્યક્તિગત માહિતી એકત્ર કરવામાં આવશે. આ 2026ની ગણતરીમાં ભારતની સ્વતંત્રતા પછી પહેલીવાર જાતિ આધારિત માહિતી એકઠી કરવામાં આવશે, જે અગાઉ 1931માં કરવામાં આવી હતી.
વસતી ગણતરી દરમિયાન એક વ્યક્તિથી કુલ 33 સવાલો પૂછવામાં આવે તેવી શક્યતા છે, જેમાં ઘરની માળખાકીય માહિતી, શૈક્ષણિક અને વ્યાવસાયિક પરિસ્થિતિ સહિતના વિવિધ મુદ્દાઓનો સમાવેશ થાય છે.

