રિપોર્ટ@ગુજરાત: મનરેગા યોજનામાં ચાલતા કૌભાંડ મામલે ચૈતર વસાવા આવ્યા મેદાને, કઈ માંગ કરી? જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ મજુરોને રોજી મળી રહે તે માટે સરકારે મનરેગા યોજના શરુ કરી છે પરંતુ તેમાં બહારની એજન્સીઓના કામ આપી દેવાતા સ્થાનિક લોકો સાથે અન્યાય થયો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પરંતુ મનરેગા યોજનામાં જેં કૌભાંડ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને આવ્યા છે.મનરેગા યોજનામાં કૌભાંડ મામલે ચૈતર વસાવા બહારની એજન્સીઓ પર લાલઘૂમ થયા છે અને તેમણે કલેકટરને આવેદનપત્ર આપીને બહારની એજન્સીઓના કામ રદ કરીને પંચાયતોને એજન્સી બનાવીને કામ સોંપવામાં આવે તેવી માંગ કરી છે.
ચૈતર વસાવાએ જણાવ્યુ કે, પહેલા પંચાયતને સીધી લીટીમાં એજન્સી તરીકે તાલુકા વિકાસ અધિકારી કામ આપતા હતા.પરંતુ છેલ્લા બે વર્ષથી બહારની એજન્સીઓને માલ સામાન પહોંચાડવાના ઇ ટેન્ડર આપવામાં આવે છે.એજન્સીઓ કોઈ જગ્યાએ પોતાની ઓફિસ કે ગોડાઉન ચાલુ કરતા નથી અને બહારની એજન્સીઓ ઘરે બેસીને 30 ટકા ટકાવારી કાપી લે છે તેમજ તેઓ કોઈપણ જગ્યાએ રેતી,કપચી કે સ્ટીલ પૂરું પાડતા નથી કે કોઈ રોયલ્ટી વાળા બિલો પણ મૂકતા નથી.સરપંચે જ બધું કરવાનું હોય, મટીરીયલ નાખવામાં આવે, કામ કરાવવામાં આવે,વર્ક ઓર્ડર પાડવામાં આવે, અને રેકોર્ડ રાખે. જ્યારે આ એજન્સીઓ ઘરે બેસીને 30%ની ટકાવારીઓ કાપી લે છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે, આ વર્ષે નર્મદા જિલ્લામાં જેટલા પણ ટેન્ડરો પડ્યા છે માલસામાનના, એ તમામ ટેન્ડર રદ કરવામાં આવે અને સ્થાનિક પંચાયતને એજન્સી બનાવીને ડાયરેક્ટ કામ આપવામાં આવે, એવી અમે આજે કલેક્ટર સમક્ષ માંગ કરી છે. આજે અમારી પંચાયતો સધ્ધર છે, પંચાયતો પાસે જીએસટી નંબર પણ છે. જો પંચાયત પોતે જ કામ કરે તો સારું કામ કરશે. માટે ગ્રામ પંચાયતોને સીધું કામ આપવામાં આવે તેવી અમે માંગ કરી છે.