રીપોર્ટ@ગુજરાત: વિરોધ પ્રદર્શન કરી રહેલા શિક્ષકોની સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરમાં છેલ્લા એક મહિનાથી વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે આંદોલનકારી વ્યાયામ શિક્ષકોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી. જેને લઈને હવે વ્યાયામ શિક્ષકોની માગણીઓનો અંત આવે તેવા સંકેત છે. ગાંધીનગરમાં છેલ્લા 32 દિવસથી વ્યાયામ શિક્ષકોનું આંદોલન ચાલી રહ્યું છે. આજે ગુરુવારે વ્યાયામ શિક્ષકોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં શિક્ષણ વિભાગના સચિવ સહિતના અધિકારી અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને મુખ્યમંત્રીએ કમિટીને આદેશ કર્યા છે. ટૂંક સમયમાં ભરતીની જાહેરાત કરાશે. આગામી સમયમાં ભરતી પ્રક્રિયાને લઈને બે-ત્રણ બેઠકો યોજાશે. જેમાં છેલ્લા 15 વર્ષથી ભરતી નથી, ત્યારે કઈ રીતે ભરતી હાથ ધરવી તેને લઈને નિર્ણય લેવાશે.' રાજ્યભરમાંથી વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં આંદોલન પર ઉતર્યા હતા, ત્યારે રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતીની માગને લઈને આજે મુખ્યમંત્રીની સાથે વ્યાયામ શિક્ષકોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વ્યાયામ વીરોની કાયમી ભરતીને લઈને મુખ્યમંત્રીએ આદેશ કર્યા છે, ત્યારે 32 દિવસ બાદ આંદોલન સ્થગિત કરવાનો વ્યાયામ શિક્ષકોએ નિર્ણય કર્યો છે. વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે, 'મુખ્યમંત્રી ભરતીને લઈને હકારાત્મક પ્રતિક્રિયા આપી છે'