રીપોર્ટ@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'ધરોઈ એડવેન્ચર ફેસ્ટ'નો શુભારંભ, 10થી વધુ એક્ટિવિટીઝ જોવા મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'ધરોઈ એડવેન્ચર ફેસ્ટ'નો શુભારંભ કરાવ્યો છે, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં આ શુભારંભ કરવામાં આવ્યો છે. 45 દિવસ સુધી ચાલનારા એડવેન્ચર ફેસ્ટમાં પાવર બોટ,પેરાસેઇલિંગ, રોક ક્લાઈમિંગ, બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઈકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઈકિંગ, સાઈકલિંગ, કેમ્પિન્ગ સહિતની એડવેન્ચર એક્ટિવિટીઝ જમાવશે અનેરું આકર્ષણ. જલ-થલ-નભ ત્રણેયના રોમાંચક અનુભવો સાથેની 10થી વધુ એક્ટિવિટીઝ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દેશના સૌથી લાંબા અને રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટને બનાવશે પ્રવાસીઓની પસંદ બની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરિઝમ પિલગ્રિમેજ ડેસ્ટિનેશન તરીકે વિકસવવાની દિશાનું કદમ "એડવેન્ચર ફેસ્ટ" બનશે ઉત્તર ગુજરાતનાં અંબાજી-તારંગા-વડનગર-પોળો ફોરેસ્ટ સહિતના પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાનું ભવિષ્યલક્ષી આયોજન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા 'ધરોઈ એડવેન્ચર ફેસ્ટ'નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ એડવેન્ચર ઝોનનું ઉદઘાટન કર્યુ હતું અને સ્પીડ બોટ રાઈડનો આનંદ પણ માણ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સબસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રવાસન વિભાગના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારે મીડિયા સાથે એડવેન્ચર ફેસ્ટ અંગેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અંદાજિત 45 દિવસ સુધી ચાલશે અને ફેસ્ટિવલમાં લેન્ડ બેઝડ, વોટર બેઝડ, એર બેઝડ એડવેન્ચર એક્ટિવિટીઝ પ્રવાસીઓને માણવા મળશે. પ્રવાસીઓને રહેવા માટે ધરોઈ ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં કુલ 21 વિવિઘ પ્રકારના ટેન્ટ તેમજ અંદાજિત 100થી વધુ બેડની એસી ડોર્મિટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમ પ્રવાસન સચિવે જણાવ્યું હતું.