રિપોર્ટ@ગુજરાત: CM ભુપેન્દ્ર પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓને આપી કડક સૂચના, જાણો વિગતે

 
મુખ્યમંત્રી

સરકાર દ્વારા રિપોર્ટને સ્વીકારવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આ રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓને કડક સૂચના આપી. અને તમામ અધિકારીઓ અને પદાધિકારીઓને ફિલ્ડમાં જવા માટે સૂચના આપી છે તથા જાહેર સ્થળો પર જે પ્રશ્નો લોકોને હોય તેનું નિરાકરણ લાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે અગાઉ પણ તેઓએ કેટલાક અધિકારીઓને કામને લઈને ટકોર છે. ત્યારે આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં ઘણા મહત્વના નિર્ણય રાજ્ય માટે લેવામાં આવ્યા છે.

કેબિનેટ બેઠકની ચર્ચા અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે કેબિનેટ બેઠકમાં વરસાદ પર ચર્ચા થઈ છે અને વૃક્ષોનો ઉછેર કરવા માટે ખાનગી સંસ્થાને સાથે લેવાઈ છે. 40 હજાર રોપાઓના વાવેતર માટે એમઓયુ પણ કરવામાં આવ્યા છે. દ્વારકા સોમનાથ હાઈવે પર બંને બાજુ આ વાવણી કરવામાં આવશે. ત્યારે ઋષિકેશ પટેલે જવાહર ચાવડા પર નિવેદન આપતા કહ્યું કે આ જુનો વિષય છે, આ બાબત પર પાર્ટી વાતચીત કરશે. ત્યારે બીજી તરફ રાજકોટમાં પીડિત પરિવારો પર બળ પ્રયોગ કરવાના મામલે ઋષિકેશ પટેલે કહ્યું કે અશાંતિ ભર્યા વાતાવરણની સ્થિતિમાં જ પોલીસે કાર્યવાહી કરી છે.

SITના રિપોર્ટમાં હજુ તપાસ ચાલુ છે, 20 જુનો સુધીનો રિપોર્ટ હજુ સુધી સરકારને સોંપ્યો છે, સરકાર દ્વારા રિપોર્ટને સ્વીકારવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આ રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવશે. કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે રાજ્ય સરકારે સ્ટેટ લીટીગેશન પોલિસીમાં ફેરફાર કર્યો છે અને કેબિનેટ બેઠકમાં નવી સ્ટેટ લીટીગેશન પોલીસી તૈયાર કરી છે. જે પોલીસીમાં અધિકારીઓની જવાબદારી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તેવો પ્રયાસ કરાશે.સ્ટેટ લિટિગેશન પોલિસીમાં નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે, જેની હેઠળ અધિકારીઓની જવાબદારી નક્કી કરાશે, જો કોઈ કેસ હારી જઈએ તો તેના પરિણામોની જવાબદારી નક્કી કરી અધિકારીઓ સામે કાર્યવાહી હાથ ધરાશે.