રીપોર્ટ@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, માસૂમ બાળકોને ડાયાબિટીસ સામે મળશે સુરક્ષા કવચ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બાળકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુરક્ષિત ભવિષ્ય માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરની GMERS સિવિલ હોસ્પિટલ ખાતેથી 'રાજ્યસ્તરીય ટાઈપ-1 ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમ'નો વિધિવત પ્રારંભ કરાવશે. સવારે 11:15 કલાકે યોજાનારા આ કાર્યક્રમ દ્વારા રાજ્યના હજારો પરિવારોને મોટી રાહત મળવાની આશા છે. 'પાણી પહેલા પાળ'ના મંત્ર સાથે વહેલું નિદાનઆ અભિયાનનો મુખ્ય મંત્ર 'પાણી પહેલા પાળ' રાખવામાં આવ્યો છે.
સરકારનો ઉદ્દેશ્ય છે કે બાળકોમાં ડાયાબિટીસના લક્ષણોનું વહેલું નિદાન થાય, જેથી યોગ્ય સમયે સારવાર શરૂ કરી ગંભીર શારીરિક અસરોથી બચાવી શકાય. ડાયાબિટીસ જેવી બીમારીમાં જાગૃતિ અને સમયસરનું નિદાન જ સૌથી મોટું શસ્ત્ર છે. યોજનાના મુખ્ય ફાયદાઓઆ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારે બાળકો માટે કેટલીક મહત્વની જાહેરાતો કરી છે. ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતા રાજ્યના તમામ બાળકોને હવે સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે ઇન્સ્યુલિન પૂરું પાડવામાં આવશે. ડાયાબિટીસના નિદાનથી લઈને તેની ગંભીર સારવાર સુધીનો તમામ ખર્ચ સરકાર ભોગવશે.
આ સુવિધા માત્ર મોટા શહેરો પૂરતી મર્યાદિત ન રહેતા, રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બાળકોના સ્વાસ્થ્ય માટે સુરક્ષા કવચસામાન્ય રીતે ટાઈપ-1 ડાયાબિટીસ આજીવન ચાલતી બીમારી છે, જેમાં દર્દીએ દરરોજ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડતા હોય છે. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આ સારવારનો લાંબો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હોય છે. મુખ્યમંત્રીના આ કદમથી આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને નવું જીવનદાન મળશે.ગુજરાત સરકારનું આ કદમ રાજ્યના 'હેલ્થ મોડેલ'ને વધુ મજબૂત બનાવશે.

