રિપોર્ટ@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, રોડનાં કામ માટે ધારાસભ્યોને 2 કરોડ વધારાની ગ્રાન્ટ મળશે

 
ભુપેન્દ્ર પટેલ

આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રીએ શહેરી વિસ્તારમાં આવતા હોય તેવા 43 ધારાસભ્યને મત વિસ્તારમાં રસ્તાના કામો માટે વધારાની 2 કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે. સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના હવાલે આ ગ્રાન્ટ મુકાશે જેમાંથી ધારાસભ્યો રસ્તાના કામો સૂચવી શકશે. તેમની સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિભાવ આપતાં તેઓએ આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે.

શહેરી વિસ્તારોમાં રસ્તાઓના માર્ગ મરામતના વિકાસકામો માટે ધારાસભ્ય દીઠ બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો સરકારે નિર્ણય કર્યો છે. ધારાસભ્યોને નિયમિત રીતે મળતી ગ્રાન્ટ ઉપરાંતની આ રકમ વધારાની આપવામાં આવશે.રાજ્યના શહેરી મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દીઠ બે કરોડની ગ્રાન્ટ 2024-25 ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.

ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે. મુખ્યપ્રધાનના નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે. રાજ્યના શહેરી મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ 2024-25ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.