રિપોર્ટ@ગુજરાત: અરબ સાગરમાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, ત્રણ લોકો લાપતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતુ ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલીકોપ્ટર ધ્રુવનું અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર ભારતીય કોસ્ટ ગાર્ડના બે પાયલટ ગુમ છે. તેની સાથે એક ડાઇવર મુસાફરી કરી રહ્યો હતો. તેની પણ કોઈ જાણકારી મળી રહી નથી. મળતી માહિતી મુજબ, એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ બાકીના ત્રણ લોકો લાપતા છે.
સમગ્ર મામલાની જાણકારી ધરાવતા અધિકારીઓનું કહેવું છે કે હેલિકોપ્ટર રાત્રે પોરબંદર નજીક દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જેમાં બે પાઈલટ અને બે ડાઈવર સવાર હતા. ઇમરજન્સી લેન્ડિંગ બાદ રિકોનિસન્સ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે એક ડાઇવરનો બચાવ થયો હતો. પરંતુ અન્ય ત્રણ લોકો હજુ લાપતા છે. ગુજરાતમાં પૂર સંબંધિત ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડે 4 જહાજ અને બે એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. જની મદદથી અત્યાર સુધીમાં ભારતીય કોસ્ટ ગાર્ડના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે 67 લોકોના જીવ બચાવ્યા છે.
કોસ્ટ ગાર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ 11 વાગ્યે હેલિકોપ્ટર ધ્રુવનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટર એક જહાજ પાસે પહોંચવા જઈ રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે હાલમાં સર્ચ ઓપરેશનમાં 4 જહાજોને ઉતાર્યા છે. ઈમરજન્સી લેન્ડિંગનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.