રીપોર્ટ@ગુજરાત: હાઈકોર્ટની ભલામણ બાદ રાજ્યના 5 જજની ફરજિયાત નિવૃત્તિ, સમગ્ર ન્યાયતંત્રમાં ખળભળાટ

 
હાઈકોર્ટ
વધુ કાર્યક્ષમતા લાવવાના હેતુથી આ કડક વલણ અપનાવવામાં આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતના ન્યાયિક ક્ષેત્રમાં શુદ્ધિકરણ અને વહીવટી પારદર્શિતા લાવવા માટે રાજ્ય સરકારના કાયદા વિભાગે એક મોટું અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યપાલના આદેશ અને ગુજરાત હાઈકોર્ટની વિશેષ ભલામણને ધ્યાને રાખીને રાજ્યના 5 જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્તિ આપી દેવામાં આવી છે. જાહેર હિતમાં લેવાયેલા આ નિર્ણયને કારણે સમગ્ર ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.ન્યાયિક પ્રક્રિયામાં વધુ કાર્યક્ષમતા લાવવાના હેતુથી આ કડક વલણ અપનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

કાયદા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, જે પાંચ ન્યાયાધીશોને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે તેમના નામ નીચે મુજબ છે:પ્રથમેશ વી. શ્રીવાસ્તવ - પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, મોરબી.પ્રશાંત વી. જોષી - પ્રિન્સિપલ જજ (ફેમિલી કોર્ટ).મોહમ્મદ ઈલિયાસ એફ. માંડલી - પ્રિન્સિપલ જજ (ફેમિલી કોર્ટ), પોરબંદર.અલીહુસેન એમ. શેખ - 3ર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, ધોરાજી (રાજકોટ).કીર્તિકુમાર જે. દરજી - એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, મોડાસા.શા માટે લેવાયો આ નિર્ણય?ન્યાયતંત્રમાં શિસ્ત અને નૈતિકતા જળવાઈ રહે તે માટે સમયાંતરે ન્યાયાધીશોની કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે.